યોગને જીવનનું અભિન્ન અંગ બનાવો : રાજયપાલ આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા અનુરોધ કર્યો છે. દરરોજ નિયમિત રીતે અચૂક યોગ કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સૌને અપીલ કરતાં કહ્યું છે કે, યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, માનસિક અને આયાત્મિક સ્વાસ્થ્યને પણ સંપુષ્ટ કરે છે. રેકે દરરોજ યોગાસન અને પ્રાણાયામ કરવા જ જોઈએ.

આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્ર્વના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને ૨૧ મી જૂને વિશ્ર્વ યોગ દિવસ ઉજવવા અપીલ કરી અને દુનિયાને પ્રેરિત કરી. પરિણામ એ આવ્યું કે ૧૭૭ દેશોએ સર્વસંમતિથી આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને આજે ભારતના ૠષિમુનિઓની આ પ્રાચીન યોગવિદ્યા સમગ્ર વિશ્ર્વમાં જન-જનનું કલ્યાણ કરી રહી છે. યોગ આયાત્મિક સમૃદ્ધિ પ્રદાન કરે છે. ચિત્તની વૃત્તિઓના નિરોધનું નામ જ યોગ છે. એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શોધ, સંતોષ, તપ, સ્વાયાય અને ઈશ્ર્વર પ્રણિધાન યોગના મૂળ સિદ્ધાંત છે અને જીવનમાં પૂર્ણ શાંતિ પ્રદાન કરનાર મૂળ આધાર છે. ૠષિમુનિઓએ દાવા સાથે કહ્યું છે કે, યોગના આઠ અંગ; યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, યાન અને સમાધિને વ્યવહારિકરૂપે જીવનમાં ઉતારીશું તો પૂર્ણતાને પામી શકીશું. પરમ શાંતિની અનુભૂતિ કરી શકીશું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરિકોને સ્વસ્થ, નિરોગી અને સુખી થવા નિયમિત યોગ કરવા અનુરોધ કર્યો