યોગ એ વિશ્વ ને ભારતની સૌથી મોટી ભેટોમાંથી એક છે, નોર્વેના રાજદૂત

તંદુરસ્ત જીવન જીવવાનો મુખ્ય આધાર યોગ છે. ભારત પ્રાચીન સમયથી પ્રકૃતિના આ ગુણથી વાકેફ હતું, પરંતુ ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને એક મિશન બનાવી દીધું. તેમના પ્રયાસોને કારણે હવે દર વર્ષે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. તેમણે માત્ર દેશવાસીઓને જ નહીં પરંતુ વિશ્વ ભરના લાખો લોકોને યોગ કરવા માટે પ્રેરિત કર્યા. નોર્વેના રાજદૂત મે એલિન સ્ટેઈનરે આ માટે ભારતની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ભારતે વિશ્વ ને આપેલી સૌથી મોટી ભેટ યોગ છે.

હકીક્તમાં, પીએમ મોદીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કર્યું હતું કે વિશ્ર્વ હવેથી ૧૦ દિવસ પછી ૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા માટે તૈયાર છે. યોગે સાંસ્કૃતિક અને ભૌગોલિક સીમાઓને ઓળંગી છે, સમગ્ર વિશ્ર્વના લાખો લોકોને સર્વગ્રાહી સુખાકારીની શોધમાં જોડ્યા છે.

એમ્બેસેડર સ્ટેનરે પીએમની આ જ પોસ્ટનો જવાબ આપતાં આ વાત કહી. તેણે યોગ કરતી વખતે તેની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. તેમણે કહ્યું, ’હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંપૂર્ણ રીતે સંમત છું. યોગ એ વિશ્ર્વને ભારતની સૌથી મોટી ભેટોમાંની એક છે. જ્યારે યુનાઈટેડ નેશન્સે યોગને પ્રોત્સાહન આપ્યું ત્યારે મેં શીર્ષાસન કરવાનું લક્ષ્ય નક્કી કર્યું. શું તમે મારી સાથે છો? આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, તો ચાલો યોગ ચેલેન્જ કરીએ!’