મુંબઇ, ‘યે રિસ્તા ક્યા કહેલાતા હે’ થી લોકોના દિલમાં જગ્યા બનાવનાર મોહિના કુમારી તમને યાદ જ હશે. અભિનયની દુનિયામાંથી ગાયબ હોવા છતાં, તેની સોશિયલ મીડિયા ગેમ એકદમ પોઈન્ટ પર છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેના જીવન સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરતી રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. હવે અભિનેત્રીના ઘરે સારા સમાચાર આવ્યા છે, એટલે કે અભિનેત્રી બીજી વખત માતા બની છે .
મોહિના કુમારીએ પુત્રીને જન્મ આપ્યો છે. આ ખાસ અવસર પર જ્યારે અભિનેત્રી હોસ્પિટલમાંથી ઘરે પરત આવી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારા સાથે તે ઘરમાં પ્રવેશી કર્યો હતો ત્યારબાદ તે તેના પતિ, પુત્ર અને સાસુ સાથે કેક કાપી હતી. આ દરમિયાન મોહિના લીલા સૂટમાં જોવા મળી અને તેના હાથ પર પણ પટ્ટી બાંધેલી હતી. અભિનેત્રીનો ઘરે આવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ‘નયા અકબર બીરબલ’, ‘કુબૂલ હૈ’, ‘સિલસિલા પ્યાર કા’ અને ‘પ્યાર તુને ક્યા કિયા’ જેવા ટીવી શોમાં કામ કરી ચુકેલી મોહિના હવે તેના પારિવારિક જીવનનો આનંદ માણી રહી છે.
અભિનેત્રી મોહના કુમારી મધ્યપ્રદેશના રીવાના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેણે ૫ વર્ષ પહેલા રાજનેતા અને બિઝનેસમેન સુયશ રાવત સાથે લગ્ન કર્યા હતા. સુયશ ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી સતપાલ મહારાજનો પુત્ર છે. આ સ્થિતિમાં અભિનેત્રી તેમની વહુ બની. લગ્નના ત્રણ વર્ષ બાદ અભિનેત્રી પુત્ર અયાનની માતા બની હતી અને હવે તેણે પુત્રીને જન્મ આપ્યો છે. મોહિનાએ વર્ષ ૨૦૧૨માં ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે આ શોમાં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. ત્યારબાદ તે એક્ટિંગ તરફ વળી અને ટીવી શો ‘દિલ દોસ્તી ડાન્સ’માં જોવા મળી હતી. આ પછી અભિનેત્રીને દરેક ઘરમાં લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ મળ્યો. અહીંથી તેની કારકિર્દી શરૂ થઈ હતી.