નવીદિલ્હી,
જાન્યુઆરી મહિનામાં વિનેશ ફોગટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક જેવા ભારતના દિગ્ગજ ખેલાડીઓએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે રમતગમત મંત્રાલયમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી.ભૂષણ આ સમિતિ સમક્ષ હાજર થયો હતો. ભૂષણે તેમની સ્પષ્ટતા સમિતિની સામે રાખી અને તેમણે તેમના પર લાગેલા તમામ આરોપોને સદંતર ફગાવી દીધા.
આ સમિતિ બ્રિજ ભૂષણ પર લાગેલા જાતીય સતામણીના આરોપોની તપાસ કરી રહી છે. બોક્સર એમસી મેરી કોમની આગેવાની હેઠળની સમિતિની રચના ૨૩ જાન્યુઆરીએ કરવામાં આવી હતી. દેશના ટોચના કુસ્તીબાજોએ WFI ચીફ બ્રિજ ભૂષણ પર અનેક મહિલા ખેલાડીઓનું જાતીય સતામણી કરવાનો, ખેલાડીઓને ધમકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
સુનાવણી માટે બ્રિજ ભૂષણ તેમના ૨૦ સમર્થકો સાથે પહોંચ્યા હતા. લગભગ ત્રણ કલાક સુધી સુનાવણી ચાલી હતી. રમતગમત મંત્રાલયના સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું કે, બ્રિજ ભૂષણ આજે સમિતિ સમક્ષ હાજર થયા હતા. તેણે તમામ આરોપોને સદંતર ફગાવી દીધા હતા. તેણે કહ્યું કે તેણે ક્યારેય કંઈ ખોટું કર્યું નથી.
જોકે, બ્રિજ ભૂષણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા હેડક્વાર્ટરની બહાર રાહ જોઈ રહેલા મીડિયાને મળવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે તપાસ હજુ ચાલી રહી છે અને આ સમયે તેઓ કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી.
વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને રવિ દહિયા સહિતના દેશના ટોચના કુસ્તીબાજોએ તેમની વિરુદ્ધ આરોપો લગાવ્યા છે. કુસ્તીબાજો સમિતિ સમક્ષ હાજર થયા હતા.જાન્યુઆરીમાં, દેશના ટોચના કુસ્તીબાજોએ જંતર-મંતર પર ત્રણ દિવસના ધરણા કર્યા હતા, જેમાં બ્રિજ ભૂષણને બરતરફ કરવાની અને ડબ્લ્યુએફઆઇના વિસર્જનની માંગણી કરવામાં આવી હતી. આ પછી બીજેપી સાંસદ બ્રિજ ભૂષણને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી WFI નું કામ ન જોવાનું કહેવામાં આવ્યું.
મેરી કોમની આગેવાની હેઠળની સમિતિમાં ભૂતપૂર્વ કુસ્તીબાજ યોગેશ્ર્વર દત્ત, ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી તૃપ્તિ મુરગુંડે, SAI સભ્ય રાધિકા શ્રીમાન, લક્ષ્ય ઓલિમ્પિક પોડિયમ સ્કીમના ભૂતપૂર્વ સીઇઓ રાજેશ રાજગોપાલન અને કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા બબીતા ફોગાટનો સમાવેશ થાય.