નેર્યુંગરી,રિપબ્લિક ઓફ સાખા (યાકુટિયા), શહેર નેર્યુંગરી અને આયંગરા ગામમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય પરંપરાગત રેન્ડીયર હર્ડિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં આર્ક્ટિક અને ફાર ઇસ્ટના ૧૪ પ્રદેશોના પ્રતિનિધિઓ, ચીન, મંગોલિયા, આઇસલેન્ડ અને ગ્રીનલેન્ડ તેમજ ઉત્તરના સ્વદેશી લોકોના રશિયન એસોસિએશન, કાયદાકીય સત્તાવાળાઓ અને વ્યવસાયો અને વર્લ્ડ રેન્ડીયર હર્ડર્સના સંગઠનના સભ્યોએ હાજરી આપી હતી. આ ચેમ્પિયનશિપ ૨૦૨૧-૨૦૨૩ માં રશિયાની આર્ક્ટિક કાઉન્સિલની અઘ્યક્ષતાની ઇવેન્ટના આયોજનના ભાગ રૂપે યોજવામાં આવી હતી, જેનું સંચાલન રોસકોંગ્રેસ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે.
“રેન્ડીયર હર્ડિંગ એ સ્વદેશી લોકોની જીવનશૈલી અને સંસ્કૃતિને જાળવવામાં એક મુખ્ય પરિબળ છે, તેમજ આર્કટિક પ્રદેશોના રહેવાસીઓની ઘણી પેઢીઓ માટેની એક કડી છે. વધુમાં, આ હસ્તકલા સ્થાનિક ઉત્પાદકો માટે ખૂબ જ આર્થિક મહત્વ ધરાવે છે અને તેમને સ્થાનિક ખાદ્ય બજારોમાં સપ્લાયર્સ તરીકે માંગમાં રહેવાની મંજૂરી આપે છે.રશિયામાં, ઉત્તર, સાઇબિરીયા અને દૂર પૂર્વના લગભગ તમામ સ્વદેશી લોકો રેન્ડીયર તરીકે ઓળખાતા પશુનુ પાલન કરે છે. આદિવાસી લોકોના ૫૨,૦૦૦ થી વધુ પરિવારો છે, જેમાંથી ઘણા વિચરતી જીવનશૈલી જીવે છે,” નિકોલે કોર્ચુનોવ, વરિષ્ઠ આર્કટિક અધિકારીઓના અધ્યક્ષ અને રશિયન વિદેશ મંત્રાલયના આર્ક્ટિક સહકારના એમ્બેસેડર-એટ-લાર્જે જણાવ્યું હતું.
ચેમ્પિયનશિપના સ્પર્ધકોએ સ્લેજ જમ્પિંગ, પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે દોરડા કુદવા, સંયુક્ત રિલે રેસ, રેન્ડીયર પકડવા, તેમજ રેન્ડીયર સ્લેજ પર રેસિંગ સહિત વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, વ્યવસાયિક આર્ક્ટિક કૌશલ્યોમાં સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમ કે શિયાળામાં અગ્નિ પેટાવવી તેના પર માછલીનો સૂપ બનાવવો અને સ્કીન ડ્રેસિંગ કરવું. ખંતી-માનસી ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટની ટીમે, ટીમ ઈવેન્ટ જીતી હતી, જ્યારે યમલ-નેનેટ્સ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટના પ્રતિનિધિઓએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું, અને રિપબ્લિક ઓફ સખા (યાકુતિયા) ત્રીજા સ્થાને રહ્યું હતું.
ચેમ્પિયનશિપના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઓફ રેન્ડીયર હર્ડિંગ અમીડસ્ટ ગ્લોબલ ચેન્જીસ ઇન ધ આર્ક્ટિક (આર્કટિકમાં વૈશ્ર્વિક ફેરફારો વચ્ચે રેન્ડીયર હર્ડિંગ નો સ્થાયી વિકાસ)’ પણ યોજવામાં આવી હતી. નિષ્ણાતોએ આ ક્ષેત્રમાં રેન્ડીયર પશુપાલન, તાલીમ અને જાહેર-ખાનગી ભાગીદારી વિક્સાવવા માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરી. કોન્ફરન્સના પૂર્ણ સત્રમાં સહભાગીઓએ કાયદામાં સુધારાઓ અને રેન્ડીયર પશુપાલન માટે રાજ્ય સમર્થન તેમજ ઔદ્યોગિક કંપનીઓ સાથેના સહયોગની ચર્ચા કરી હતી.
આ ઉપરાંત, કોન્ફરન્સ દરમિયાન એસોસિયેશન ઓફ વર્લ્ડ રેન્ડીયર હર્ડર્સની પૂર્વીય શાખાની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. “એસોસિએશનનું કાર્ય ચાલુ રાખવા માટે, રશિયામાં પૂર્વીય શાખાની સ્થાપના કરવાની જરૂર છે. હું રશિયન ફેડરેશનના ૨૦ પ્રદેશો તેમજ તેમાં પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના અને મંગોલિયાનો સમાવેશ કરવાની દરખાસ્ત કરું છું,” એસોસિએશન ઑફ વર્લ્ડ રેન્ડીયર હર્ડર્સના પ્રમુખ સર્ગેઈ ખાર્યુચીએ જણાવ્યું હતું.એસોસિએશનની પૂર્વ શાખાનું કેન્દ્રિય કાર્યાલય યમલ-નેનેટ્સ સ્વાયત્ત જિલ્લા સાલેખાર્ડ શહેરમાં સ્થિત હશે. રશિયન સરહદની પશ્ર્ચિમે સ્થિત વિશ્ર્વના અન્ય નવ રેન્ડીયર પશુપાલન પ્રદેશો પશ્ર્ચિમી શાખા સ્થાપિત કરશે. બંને શાખાઓ એક જ ચાર્ટર હેઠળ કામ કરશે.
ચેમ્પિયનશિપ દરમિયાન યુનિક આઇંગ્રા એથનો-ટુરિસ્ટ કોમ્પ્લેક્સ બનાવવાનો પ્રોજેક્ટ પણ યોજાયો હતો. ઈવેક્ધી સમુદાયના આધારે આ વર્ષે બાંધકામ શરૂ થશે. અનુરૂપ કરાર પર કંપની એલ્ગૌગોલ, સાખા ગણતંત્ર (યાકુટિયા) ના કૃષિ મંત્રાલય અને ઉત્તરના સ્વદેશી લોકોના ઇસ્ટોક સમુદાયના પ્રતિનિધિઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બાંધકામ ખર્ચ અંદાજે ૧૩૦ મિલિયન ઇેંમ્ જેટલી થવાની ધારણા છે. ઓપરેશનના પાંચ વર્ષમાં, ટોળામાં હરણની સંખ્યા બમણી થઈને ૨,૦૦૦ સુધી પહોંચી શકે છે.આ કાર્યક્રમનું આયોજન એસોસિએશન ઓફ વર્લ્ડ રેન્ડીયર હર્ડર્સ, રશિયન ફાર ઇસ્ટ અને આર્ક્ટિકના વિકાસ મંત્રાલય, રિપબ્લિક ઓફ સાખા (યાકુટિયા) સરકાર અને નેર્યુંગરી જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું હતું.રશિયા ૨૦૨૧-૨૦૨૩માં આર્કટિક કાઉન્સિલનું અધ્યક્ષ છે. રશિયાની મુખ્ય પ્રાથમિક્તાઓમાંની એક એ પ્રદેશમાં માનવ મૂડી વિક્સાવવાની છે, જેમાં ઉત્તરના સ્વદેશી લોકોનો સમાવેશ થાય છે. રશિયા ઉત્તરના લોકોની સાતત્યતા અને સદ્ધરતા જાળવવા, તેમને આબોહવા પરિવર્તન સાથે અનુકૂલન કરવાના ઉપાયોને પ્રોત્સાહન આપવા, લોકોની સુખાકારી, આરોગ્ય, શિક્ષણ અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવા અને સમગ્ર પ્રદેશમાં નિરંતર સામાજિક-આર્થિક વિકાસની ખાતરી કરવા પર વિશેષ ધ્યાન આપે છે.રશિયન પક્ષે ઉત્તરના આદિવાસીઓના સાંસ્કૃતિક અને ભાષાકીય વારસાને ડિજિટલાઇઝ કરવા, પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો વિક્સાવવા, કાર્બન-મુક્ત ઉર્જા પર ચાલતું આંતરરાષ્ટ્રીય આર્કટિક સંશોધન સ્ટેશન બનાવવા અને આર્કટિકમાં જૈવ સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે.