શાઓમી (Xiaomi)હવે તેની પ્રોડક્ટની રેન્જમાં વિસ્તરણ કરતી વખતે Face Mask લોન્ચ કરશે. એક ટ્વિટર પોસ્ટ મુજબ, શાઓમીનો ફેસ માસ્ક 13 ઓક્ટોબરના રોજ લોન્ચ થશે.
માર્ચમાં મળ્યુ પેટેન્ટ
આ વર્ષે માર્ચમાં, શાઓમીને નવા ચહેરાના માસ્ક માટેનું પેટન્ટ મળ્યું હતુ. માસ્કની વિશેષતા એ છે કે તે થ્રી-ડાઈમેંશનલ ફ્રેમ ડિઝાઇનવાળું છે. આ ડિઝાઇનને કારણે આ માસ્ક ચહેરાની બનાવટ પર સંપૂર્ણ રીતે બંધ બેસે છે.
કંપની કહે છે કે માસ્ક પહેરવામાં ખૂબ જ આરામદાયક છે અને યુઝર તેને પસંદ કરશે. માસ્કનાં સપોર્ટ ફ્રેમનાં શેપને શેપિંગ પાર્ટ પર પ્રેસ કરીને બદલી શકાય છે. ફેસ માસ્ક ઘણી નિકટતા સાથે ફેસ પર ફિટ થાય છે. જેનાંથી તેની એરટાઈટનેસ વધારે સારી થઈ જાય છે.
સ્માર્ટ માસ્કની પણ પેટન્ટ
શીઓમીને પેટન્ટ એજન્સી (USPTO) પાસે સ્માર્ટ માસ્કને પેટન્ટ કરાવ્યું છે. આ માસ્ક યુઝર્સની શ્વાસની ગુણવત્તાને ટ્રેક કરે છે. સ્માર્ટ માસ્કમાં એક કમ્પ્યુટિંગ યુનિટ આપવામાં આવ્યું છે. તેમાં પ્રોસેસર છે જે માસ્ક સેન્સરના તમામ ડેટાનું વિશ્લેષણ કરે છે. આટલું જ નહીં, આ માસ્કમાં ગણતરી કરેલ ડેટા સ્ટોર કરવા માટે સ્ટોરેજ સિસ્ટમ પણ આપવામાં આવી છે. માસ્કમાં બેટરી અને કનેક્ટર પણ છે.