જવાબદાર કોન્ટ્રાક્ટરને વારંવાર નોટિસ આપવામાં આવેલ છે છતાય કામગીરી નથી કરાઈ રહી. ઝાલોદ, ઝાલોદ નગરમાં બસ સ્ટેશન વિસ્તારમાં માળીની વાડી થી મુવાડા જતાં રસ્તામાં નાળુ આવે છે. ત્યા નગરપાલિકા દ્વારા ટેન્ડર દ્વારા કોન્ટ્રાક્ટર ને કામ આપવામાં આવેલ છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કેટલાય સમયથી આ કામગીરી ચાલુ કરવામાં આવેલ નથી. તેથી કેટલાય મુસાફરોને ત્યાથી આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ નગર પાલિકા દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં ડિવાઇડર બનાવી નવાં રોડનું કામકાજ ચાલુ છે. તેથી ત્યાં પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. જો જવાબદાર કોન્ટ્રાક્ટર મુવાડા થી માળીની વાડી વાળો પુલ બનાવી દીધેલ હોત તો બસ સ્ટેશન વિસ્તારમાં હાલ ડિવાઇડરને લઈ કામગીરી ચાલી રહી છે. ત્યાં ટ્રાફિક જામનાં દ્રશ્યો ન સર્જાતા આમ હાલતો જાહેર જનતામાં મુવાડા થી માળીની વાડી જતા રસ્તામાં પુલ ન બનતાં ભારે રોષ ભભકેલો જોવા મળી રહ્યો છે. અમે જવાબદાર કોન્ટ્રાક્ટરને કેટલીય વાર મૌખિક રીતે કામગીરી પૂરૂં કરવા સૂચના આપેલ છે. તેમજ લેખિતમાં નોટિસ પણ ફટકારવામાં આવેલ છે, છતાય કામગીરી કરવામાં આવી રહેલ નથી. નગર પાલિકા સ્ટાફ મુવાડા થી માળીની વાડી થી જતાં પુલનું કામ અંગત કારણોને લઈ નથી થઈ શક્યું પરંતુ હવે બહુ જલ્દી કામગીરી પુરી કરી દેવામાં આવશે .