વર્લ્ડ ટૂર ઓન ફુટ જર્ની પર્વતારોહક દ્વારા આરટીઓ અને દાહોદ જીલ્લા આરટીઓ પોલીસને દાહોદ શહેરમાં આવેલ ભરપોડા સર્કલ ખાતે રોડ સેફટીને લઇ જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા વાહનચાલકોને ફુલ આપી ટ્રાફિકના નિયમોનો પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને આજના યુવા વર્ગ જ્યારે ઘરેથી નીકળેલા સમયે જે રીતે મોબાઈલ, પર્સ વિગેરે જેવા સાધનો તેમ જ ચીજ વસ્તુઓ લઈને નીકળવાનું નથી ભૂલતા તેવી જ રીતે પોતાની સેફટી માટે હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવા માટે તંત્ર દ્વારા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી રહી છે.
આજના યુવા વર્ગ તેમજ ખાસ કરીને વાહન ચાલકો દ્વારા પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તો દાહોદ જીલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવો પર અંકુશ લગાવી શકાય તેમ છે. માર્ગ અકસ્માતમાં વાહન ચાલકોની નિષ્કાળજીને પગલે વાહન ચાલકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને ખાસ કરીને જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન થતું હોવાના કારણે મોટાભાગના માર્ગ અકસ્માતો બનતા હોય છે. ત્યારે દાહોદ શહેર સહિત જીલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવને પગલે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે દાહોદ જીલ્લા ટ્રાફિક પોલીસ તેમજ દાહોદ આરટીઓ વિભાગ દ્વારા આ ઝુંબેશ હાથ ધરી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.