વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત, ૧૫ મહિના બાદ રહાણેની વાપસી

નવીદિલ્હી,વિશ્ર્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમ ઈંડિયાની જાહેરાત થઈ ગઈ છે. ભારતના અનુભવી બેટ્સમેન અંજિક્ય રહાણીની ટીમમાં વાપસી થઈ છે. તેને ગત વર્ષે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ બહાર કરી દેવામાં આવ્યો હતો. ભારતીય ટીમ સાતથી ૧૧ જૂન સુધી થનારી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઉતરશે. આ મેચ ઈંગ્લેન્ડના ઓવલમાં રમાવા જઈ રહી છે.

અજિંક્ય રહાણે ભારત વિરુદ્ધ પાછલી ટેસ્ટ ૧૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમ્યો હતો. આ મેચ બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેને ભારત વિરુદ્ધ ૮૨ ટેસ્ટમાં ૩૮.૫૨ની એવરેજથી ૪૯૩૨ રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેણે ૧૨ સદી અને ૨૫ અડધી સદી ફટકારી છે. ભારત માટે કેટલીય મેચમાં કપ્તાની કરી ચુકેલા રહાણેની ૧૫ મહિના બાદ ટીમ ઈંડિયામાં વાપસી થઈ છે.

રહાણેએ પોતાની પાછલી વાર ટેસ્ટ ઈનિંગ્સમાં ફક્ત એક અડધી સદી લગાવી છે. આ કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આઈપીએલમાં રહાણેએ શાનદાર પ્રદર્શન કર્યું. તે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપરકિંગ્સ માટે પાંચ ઈનિંગ્સમાં ૫૨.૨૫ની એવરેજથી ૨૦૯ રન બનાવી ચુક્યો છે. તેની સ્ટ્રાઈક રેટ ૧૯૯.૦૪ છે. રહાણેનો તેનો ફાયદો મળ્યો અને તેને ટીમમાં પસંદગી થઈ. તેને શ્રેયસ અય્યરની ગેરહાજરી અને સૂર્યકુમાર યાદવની ટેસ્ટ ખરાબ પ્રદર્શનનો પણ લાભ મળ્યો.

ભારતની ટેસ્ટ ટીમ: રોહિત શર્મા (કપ્તાન), શુભમન ગિલ, ચેતેશ્ર્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત(વિકેટકીપર), રવિચંદ્રન અશ્ર્વિન, રવીન્દ્ન જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ