ગોધરા, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરા અને જીલ્લા સામાજીક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગોધરા કોર્ટ સંકુલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સુચનાથી તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ સી.કે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ કોર્ટ પરિસરમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગોધરાના ડી.સી. જાની તથા જીલ્લા સામાજીક વર્નીકરણ વિભાગનાં ચીફ ફોરેસ્ટ ઓફીસર મીનલ જાનીના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં ગોધરા હેડ- ક્વાટર ખાતેના તમામ જયુડીસીયલ ઓફીસરો, નોન- જયુડીસીયલ સ્ટાફ તથા જીલ્લા વકીલ બાર એસોસીએશનના પ્રમુખ ચિરાગ પરીખ તથા જીલ્લા સરકારી વકીલ રાકેશ ઠાકોર સહિતના વકીલ મિત્રો તેમજ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સામાન્ય જનતામાં પર્યાવરણનું પ્રત્યે જતન તથા પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ લાવવાં જેવા ઉમદા આશયથી વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.