મુંબઇ,
ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ની સેમીફાઇનલ મેચમાં ઇંગ્લિશ ટીમ સામે મળેલી શરમજનક હાર અને વર્ષ ૨૦૨૩ના વર્લ્ડ કપની તૈયારીઓને લઇને થયેલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની રિવ્યૂ મીટિંગમાં ઘણા મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. બીસીસીઆઇ અધ્યક્ષ રોજર બિન્ની, સચિવ જય શાહ, એનસીએ પ્રમુખ વી.વી.એસ. લક્ષ્મણ, કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ આ રિવ્યૂ મીટિંગમાં હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં બીસીસીઆઇએ ભારતની મેજબાનીમાં થનારા વર્લ્ડ કપને લઇને ૨૦ મુખ્ય ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરી દેવામાં આવ્યા છે.
આ એ ખેલાડી હશે જેમણે વર્લ્ડ કપ પહેલા વર્કલોડ મેનેજમેન્ટ માટે રોટેટ કરવામાં આવશે. જો કે, તેઓ કયા ૨૦ ખેલાડી હશે? એ બાબતે કઇ કહેવામાં આવ્યું નથી, પરંતુ જાણીતા કમેન્ટેટર હર્ષા ભોગલેએ બીસીસીઆઇના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને ૨૧ ખેલાડીઓની લિસ્ટ શે કરી છે જે બીસીસીઆઇ દ્વારા શોર્ટ લિસ્ટ કરાયા હશે. તેમના જણાવ્યા મુજબ, તે ૨૧ નામો છે- રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, શુભમન ગિલ, શ્રેયસ ઐય્યર, ઇશાન કિશન, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ.
સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, વૉશિંગટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુર. એ સિવાય તેમણે બીજા ૨ નામ સામેલ કર્યા છે જેમાં રજત પાટીદાર અને ફાસ્ટ બોલર ઉમરાન મલિક સામેલ છે. ૩ કલાક કરતા વધુ ચાલેલી આ મીટિંગમાં ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી, જેમ કે ખેલાડીઓના વર્કલોડ, ઇન્ટરનેશનલ ક્રિકેટ અને દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝમાં પ્રાથમિક પણ ડિસાઇડ કરવામાં આવશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીની ઇજાને પહોંચીવળવા માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે ખેલાડીઓએ સિલેક્શનનો આધાર યો-યો ટેસ્ટ સિવાય ડીઇએકસએ સ્કેન ટેસ્ટ પણ હશે. ગયા વર્ષે જો ભારતીય ટીમની વાત કરીએ તો કદાચ જ એટલા ખેલાડી ઇજાગ્રસ્ત થાય હશે જેટલા વર્ષ ૨૦૨૨માં થયા હતા. જસપ્રીત બૂમરાહ, દીપક ચાહર, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી અને કે.એલ. રાહુલ જેવા નામ સામેલ છે, જે કોઇક ને કોઇક ઇજાના કારણે મેદાનથી દૂર રહ્યા. આ વર્ષે ભારતમાં વન-ડે વર્લ્ડ કપનું પણ આયોજન થવાનું છે. જેની સંપૂર્ણ મેજબાની ભારત પાસે હશે.