વર્લ્ડ કપ 2023નું 5 ઓક્ટોબરથી ભારતમાં આયોજન થવાનું છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક ખાસ પહેલ કરી છે. બોર્ડે ભારતના આઈકોન્સને ખાસ ટિકિટ આપવાનો પ્લાન કર્યો છે. તેનું નામ ‘ગોલ્ડન ટિકિટ ફોર ઈન્ડિયા આઈકોન્સ’ રાખવામાં આવ્યુ છે. જેના હેઠળ સૌથી પહેલી ગોલ્ડન ટિકિટ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને આપવામાં આવી હતી. હવે સચિન તેંડુલકરને પણ આ ટિકિટ આપવામાં આવી છે.
બીસીસીઆઈએ ટ્વીટર પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં સચિન તેંડુલકરની સાથે જય શાહ જોવા મળી રહ્યા છે. જય શાહે સચિન તેંડુલકરને ગોલ્ડન ટિકિટ આપી છે. બીસીસીઆઈએ કેપ્શનમાં લખ્યુ, દેશ અને ક્રિકેટ માટે ખાસ પળ. ગોલ્ડન ટિકિટ ફોર ઈન્ડિયા આઈકોન્સ પ્રોગ્રામ હેઠળ બીસીસીઆઈના સચિન જય શાહે ભારત રત્ન સચિન તેંડુલકરે ગોલ્ડન ટિકિટ આપી.
બીસીસીઆઈએ અગાઉ અમિતાભ બચ્ચને પણ ગોલ્ડન ટિકિટ આપી હતી. વર્લ્ડ કપ 2023 ભારતમાં આયોજન થશે. તેની પહેલી મેચ 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમવામાં આવશે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ ઓસ્ટ્રેલિયાથી છે. આ મેચ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં આયોજિત થશે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમવામાં આવશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે.
વર્લ્ડ કપ 2023 માટે ભારતની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ.