મુંબઇ, વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક ઘણા વર્ષોથી ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે, પરંતુ હવે તેની ઈન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા કાર્તિક ને ઘણી જિંદગીઓ આપવામાં આવી હતી, પરંતુ તે એક પણ યોગ્ય રીતે રિડીમ કરી શક્યો ન હતો. જે બાદ કાર્તિક ભાગ્યે જ ટીમ ઈન્ડિયામાં પરત ફરે છે, તેમ છતાં તે વર્લ્ડ કપ ૨૦૨૩માં જોવા મળી શકે છે.
દિનેશ કાર્તિકે આઈપીએલ ૨૦૨૨માં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવી, કાર્તિક ને ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ આખી ટૂર્નામેન્ટમાં કાતકના બેટથી રન ન નીકળ્યા અને તે દરેક મેચમાં ટીમને નિરાશ કરતો રહ્યો. આ ટી 20 વર્લ્ડ કપમાં દિનેશ છેલ્લી વખત ટીમ ઈન્ડિયા સાથે જોવા મળ્યો હતો, ત્યાર બાદ તેની પસંદગી અટકી ગઈ છે.