વર્લ્ડ ચેમ્પિયન જ્હૉન સીનાએ કર્યું ડબ્લ્યુડબ્લ્યુઇમાંથી સંન્યાસ લેવાનું એલાન

વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ (ડબ્લ્યુડબ્લ્યુઇના દિગ્ગજ રેસલર જોન સીના પોતાના લેજન્ડ્રી કરિયરને પુરૂ કરવા જઈ રહ્યા છે. ઉઉઈના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જોન સીનાએ ઈન-રિંગ પ્રતિયોગિતાથી સંન્યાસની જાહેરાત કરી છે. તે ૨૦૨૫માં WWEને અલવિદા કહેશે.

તેના બાદ તેમણે કહ્યું, આજે રાત્રે હું ઓફિશ્યલ રીતે ઉઉઈથી પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરૂ છું. જોન સીનની આ જાહેરાતે તેમના ફેંસની દુખી કરી દીધા છે. એક સોશિયલ મીડિયા યુઝરે કમેન્ટ કહ્યું, તમને યાદ કરીશું ચેમ્પિયન. એક અન્ય ફેને લખ્યું- સીના વગર ડબ્લ્યુડબ્લ્યુઇ જોવું મુશ્કેલ હશે.

સીનાએ ખુલાસો કર્યો કે તે હાલ ’મંડે નાઈટ રો’માં રહેવાની યોજના બનાવી રહ્યા છે. હકીક્તે મંડે નાઈટ રો શો જાન્યુઆરી ૨૦૨૫માં નેટલિક્સ પર લોન્ચ થવા જઈ રહ્યો છે. સીનાએ કહ્યું- હું આજે સંન્યાસ નહીં લઉ. આ વિદાય આ આજ રાત્રે પુરી નહીં થાય.

તેમણે કહ્યું, દરેક લોકો મંડે નાઈટ રોને આવતા વર્ષે ઈતિહાસ બનાવતા જોવા માંગે છે. જ્યારે આ શો નેટલિક્સ પર આવશે તો ઈતિહાસ રચી દેશે. હું હજુ પણ નેટલિક્સ પર રોનો ભાગ નથી રહ્યો. આ ઈતિહાસ છે. આ પહેલી વખત છે અને હું ત્યાં રહીશ. તે ઈતિહાસનો શાક્ષી બનશી.સીનાએ કહ્યું- ૨૦૨૫ રોયલ રંબલ મારા માટે છેલ્લુ હશે. ૨૦૨૫ એલિમિનેશન ચેમ્બર મારૂ છેલ્લુ હશે. અને હું આજે રાત્રે એ જાહેરાત કરૂ છું કે લાસ વેગાસમાં રેસલમેનિયા ૨૦૨૫ મારા માટે છેલ્લી રેસલમેનિયા હશે જેમાં હું મુકાબલો કરીશ.