
સુમંગલમ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ ખેડૂતો વૈજ્ઞાનીક પદ્ધતિ ખેતી કરતા થાય ખેડૂતો નવી પદ્ધતિઓ અપનાવે અને પોતાના જીવણમાં પ્રેરણા મળી રહે તે હેતુ કૃષિ યુનિવર્સીટી આણંદ તેમજ ભારતીય જમીન અને જળ સરક્ષણ સંસ્થાન વાસદ ખાતે પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવેલ. તેમાં સરસવા, પોયલી, નાથપુરા, બાકરોલ,વાવ, ઝાબ ગામના ખેડૂતો સહભાગી થયાં હતા અને જળ, જંગલ, જમીન માટે માર્ગદર્શન મેળવેલ.