કોરોના વાયરસ સંક્રમણના કેન્દ્ર અને તેના ફેલાવાના કારણોની તપાસ કરી રહેલા વિશ્વ સ્વાસ્થ સંગઠને આ મુદ્દે અગત્યના ખુલાસા કર્યા છે. WHOના નિષ્ણાંતોનું કહેવુ હતું કે, તેઓની તપાસમાં આ વાત સામે આવી હતી કે ચીનના વુહાનમાં વેચાયેલા સસલા અને ઉંદરની પ્રજાતિના અન્ય જીવો દ્વારા કોરોના વાયરસ સંક્રમણ મનુષ્યોમાં ફેલાયું હતું. હજુ વુગાનના એનિમલ માર્કેટમાં આ જીવોના સપ્લાયર્સની તપાસ કરવાની જરુર છે. જોકે WHO ટીમનું કહેવુ હતું કે ચીનની લેબમાંથી કોરોના વાયરસ ફેલાયો હોય એ વાત માની શકાય એમ નથી.
WHO એક્સપર્ટ ટીમનું કહેવુ હતું કે આ સ્પષ્ટ રીતે માની ન શકાય કે વુહાનના એનિમલ માર્કેટથી કોરોના વાયરસ ફેલાયો હતો. કોરોના મહામારીની શરુઆતમાં રિપોર્ટ કહેતા હતા કે, ચામાચિડિયા દ્વારા આ મહામારી ફેલાઇ હતી પરંતુ WHOની ટીમને આ અંગેના કોઇ સાબિતી મળી નથી. સમગ્ર વિશ્વને બાનમાં લેનારા કોરોના વાયરસ ક્યાંથી આવ્યા અને તેના ફેલાવાને લઇને આજે પણ નક્કર સાબિતી મળી શકી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ સતત નવા નવા નિવેદનો આવતા રહે છે. જોકે ડબલ્યુએચઓની ટીમ એક મહિનાથી ચીનના પ્રવાસે છે અને વધુ તપાસ કરી રહી છે. પરંતુ ચીનની સરકાર તેને તપાસ કરતા રોકતી હોવાનું જાણવા મળે છે.