WhatsAppમાં આવી રહ્યુ છે મહત્વનું ફિચર,ફોન Storage માટે થશે ઉપયોગી

WhatsApp એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવા ટુલ પર કામ કરી રહ્યુ છે.જાણવા મળી રહ્યુ છે કે ટુંક જ સમયમાં વોટ્સએપમાં સ્ટોરેડ યુસેઝ માટે નવુ ફિચર આવશે. WABetaInfo આ વાતની જાણકારી આપી છે,ટ્વિટ કરી તેમણે જમાવ્યુ કે વોટ્સએપ છેલ્લા કેટલાક મહિનાઓથી આ ફિચર ટેસ્ટિંગ કરી રહ્યુ હતું,જેની રિલીઝ ડેટ હજુ જાણવા નથી મળી,જણાવી દઇએ કે આ ટુલની મદદથી વોટ્સએપ વપરાશ કર્તાઓને ફોનની સ્પેસ ખાલી કરવામાં મદદ મળશે.સાથે વોટ્સએપ મીડિયાને પણ એક્સપ્લોર કરી શકાશે

રિપોર્ટ મુજબ આનો પહેલો ટુલ ફિલ્ટરની જેમ કાર કરશે,જેમા forwaded અને Large Filesને શોધી શકાશે.આ ખરેખર કેવુ હશે એ માટે WABeteInfo એક સ્ક્રિનશોર્ટ શેર કર્યો છે

સ્ક્રિનશોર્ટ જોઇએ તો પહેલા સેક્શનમાં અહીં સ્ટોરેજ બાર હાજર છે.જેમાં એ સમજવામાં આસાની થશે કે વોટ્સએપથી કેટલી સ્ટોરેજનો વપરાશ થઇ રહ્યો છે.આમાં જ બીજુ સેક્શન જોઇએ તો યુઝર્સ Shared ફાઇલને રિવ્યુ કરી શકે છે,જેનાથી વધારીના મીડિયા ડિલીટ કરી શકાય,અને ફોન સ્પેસ બચી શકે

આમા forwaded અને Large files જોઇ શકાય છે.એના છેલ્લા સેક્શનમાં ચેટની લિસ્ટ મુજબ જેમાં કોઇ એક ચેટને આરામથી સર્ચ કરી શકાય છે. જાણકારી મુજબ વોટ્સએપના ફિચર હજુ ડેવલોપમેન્ટ સ્ટેજ પર છે અને આવતા પહેલા તેમા બીજા વધારાના ટુલ ઉમેરાઇ તેવી પણ શક્યતા છે.આમાં ‘clear all messages except starred’નો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે,ધ્યાન રહે કે આ ફિચરને IOS માટે પણ રજુ કરવામાં આવશે