WhatsApp પર તમારા જૂના મેસેજ થઇ જશે ડિલીટ, અપનાવો આ ફીચર

પોપ્યુલર મેસેજિગ એપ WhatsApp સમય સમય પર પોતાના યુઝર્સ માટે નવા ફીચર્સ લોકોને આપે છે. તેના ઉપયોગથી તમારું કામ સરળ બની જાય છે. તેની માટે તમારે આ ફિચરને ઓન કરવાની જરૂર છે,

WhatsApp પર દરરોજ કરોડો લોકો ચેટ કરે છે આ ઉપરાંત ફોટો, વિડીયો, ડોક્યુમેન્ટ અને ઇમોજી એકબીજાને મોકલે છે. જો તમે વોટસએપ પર લાંબી ચેટ કરો તો ફોનનો સ્પેશ ઘટી જાય છે. તેમજ એક નિશ્ચિત સમય બાદ મેમરી ફૂલ થઇ જાય છે. તમો જો આ પ્રકારની સમસ્યા અનુભવો છો આવો અને તમને વોટ્સએપના આ ફિચર વિશે જણાવીએ

WhatsAppનું આ ફિચર મહત્વનું છે. વોટ્સએપના આ ફિચરનું નામ છે ડીસએપીરીંગ મેસેજ. જો તમે આ ફિચર ઓન કરશો તેની સાથે જ આપની સાત દિવસ જૂની ચેટ ગાયબ થઇ જશે. તમે આ સુવિધાને તમારી જરૂરિયાત મુજબ ઉપયોગમાં લઇ શકો છો. તમે કોઇ વિશેષ વ્યક્તિ સાથેની ચેટ પણ ડિસએપયર કરી શકો છો. જ્યારે ગ્રુપમાં આ ફિચરને માત્ર એડમીન જ ઓન અથવા ઓફ કરી શકે છે.

આ ફિચરનો આ રીતે ઉપયોગ કરો.

  • સૌથી પહેલા પોતાના વોટ્સએપને ઓપન કરો
  • જે વ્યકિતના સાથે તમે ફિચરનો ઉપયોગ કરવા માંગો છો તેના કોન્ટેક્ટ પર જાઓ
  • આ કોન્ટેક્ટની ચેટ ઓપન કર્યા બાદ તેના ડિટેલ વાળા ઓપ્શન અથવા સૌથી ઉપર ક્લિક અથવા ટેપ કરો4 આની બાદ તમને નંબર ઉપર અનેક વિકલ્પ દેખાડવામા આવશે. જેના ડિસએપયર મેસેજ વિકલ્પ હશે5 તમે જયારે ક્લિક ટેપ કરશો તો તમને ઓન ઓફ કરવાનો વિકલ્પ જોવા મળશે, તેને ટેપ કરીને તમે આ ફિચરને એક્ટિવ કરી શકાય છે.6 તમને આ ફિચર સારું ના લાગે તો તમે આ ફિચરને ઓફ કરી શકો છો