ફટાફાટ મેસેજ કરવા માટે અથવા કોઈ વીડિયો શેર કરવા માટે WhatsApp થી સારી કોઈ એપ્લીકેશન નથી, પરંતુ ઘણી વખત WhatsApp ના કારણે ઓનલાઈન ફ્રોડ પણ થઈ શકે છે અથવા તોઈ તમારા બેન્ક એકાઉન્ટ અથવા ઈ-વોલેટ એકાઉન્ટને હેક કરી શકે છે. WhstaApp નો વપરાશ કરતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખશો તો તમારા બેન્ક એકાઉન્ટ હેક થશે નહી.
- જો કોઈ અજાણ વ્યક્તિ તમને કોન્ટેક્ટ કરે તો તેમને રિપ્લાઈ ન આપો, તે સિવાય જો કોઈ અજાણ વ્યક્તિ તમને કોઈ લિંક શેક કરે તો તેને ઓપન ન કરો.
- ક્યારેય પણ કોઈને પણ પોતાની બેન્ક માહિતી શેર ન કરો. જો કોઈ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડનો પિન અને ઈન્ટરનેટ બેન્કિંગનો પાસવર્ડ માગે તો તેને ક્યારેય શેર ન કરો.
- જો કોઈ નવા નંબરથી કોઈ મીડિયા ફાઈલ આવી છે તો તેને ક્યારેય પણ ડાઉનલોડ ન કરો. બની શકે છે કે, તે ફાઈલમાં કોઈ વાયરસ હોય જેથી તમારુ એકાઉન્ટ હેક થઈ શકે છે.
- તમારા ફોનમાં ઓટો ડાઉનલોડ ડિસેબલ કરો. WhatsApp ની સેટિંગ્સમાં જઈને ડેટા અને સ્ટોરેજ યૂસેજમાં જઈને સેટિંગ્સ ચેન્જ કરી લો. તેનાથી કોઈ પણ ફાઈલ પોતાની રીતે જ ડાઉનલોડ થશે નહી.
- કોઈપણ નાના-મોટા કેશ ટ્રાંજેક્શન તે પછી ભલે બેન્ક એકાઉન્ટથી કરવામા આવ્યા હોય કે, ઈવોલેટ તેમના માટે ફોનમાં જે OTP આવે છે તેને કોઈની પણ સાથે શેર ન કરો.
- જો તમારો ફોન ખોવાઈ જાય તો સૌ પ્રથમ WhstaApp ડિએક્ટિવેટ કરો. તે માટે તમે support@whatsapp.com ઈમેલ કરી શકો છો અથવા કોઈ બીજા ફોનથી WhatsApp માં લોગિન કરી ફરી WhatsApp ડિલીટ અથવા ડીએક્ટિવેટ પણ કરી શકો છો.
- ફોન બદલવા પર પહેલા ફોનની સેટિંગ્સમાં જઈને ફોનનો બધો ડેટા ડિલીટ કરી દો અને તેને ફેક્ટ્રી વર્ઝન પર રીસેટ કરી દો. જેથી તમારી બધી જાણકારી સેફ રહી શકે.
- અજાણ અથવા પબ્લિક Wi-Fiનો વપરાશ કરવાથી બચો તેનાથી હેકિંગના ચાન્સ વધી જાય છે. ઘણી વખત હેકર્સ Wi-FI થી પોતાના ફોનને હેક ઓનલાઈન ફ્રોડ કરી શકે છે.