WhatsApp માં છેલ્લા ઘણા સમયથી મલ્ટી ડિવાઇસ સપોર્ટ લાવવા પર કામ ચાલી રહ્યું છે. આ વર્ષે ઘણા રિપોર્ટ્સમાં તે જાણકારી સામે આવી કે કંપની આ આવનારા ફીચરને લાવવા માટે ઘણા સુધાર કરી રહી છે. એકવાર ફરી નવા રિપોર્ટમાં વોટ્સએપ મલ્ટી-ડિવાઇસ ફીચરને લઈને જાણકારી સામે આવી છે.
વોટ્સએપ સાથે જોડાયેલી જાણકારી ટ્રેક કરનાર ટેક બ્લોગ WABetaInfo ના રિપોર્ટ પ્રમાણે, વોટ્સએપ હજુ ટેસ્ટિંગ કરી રહ્યું છે કે આ ફીચર ઓન થવા પર કોલ કઈ રીતે કોન્ફિગર થશે. ટિપ્સ્ટરનું કહેવું છે કે પાછલા સપ્તાહથી વોટ્સએપ આ ટેસ્ટિંગ કરી રહ્યું છે કે અલગ-અલગ ડિવાઇસ પર એક જ એકાઉન્ટ માટે કોલિંગ ફીચર કઈ રીતે કામ કરશે. તેનાથી સંકેત મળે છે કે વોટ્સએપ આ આવનારા ફીચરને લઈને સીરિયસ છે અને બની શકે કે જલદી આ ફીચરને રોલઆઉટ કરી દેવામાં આવે.
મહત્વનું છે કે આ પહેલા પણ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચરને લઈને જાણકારી સામે આવી ચુકી છે. એક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, યૂઝર્સ એક સાથે ચાર અલગ-અલગ ડિવાઇસ પર એક જ વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકશે અને ખાસ વાત છે કે વોટ્સએપ વેબ ઉપયોગ કરવા દરમિયાન યૂઝર્સને પ્રાઇમરી ડિવાઇસ પર એક્ટિવ ઈન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે નહીં.