વેસ્ટ ઇન્ડિઝ ટી ૨૦માં ૧૦૦ મેચ હારનારી ત્રીજી ટીમ બની ગઈ

ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ના સુપર-૮ની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ માટે કંઈ ખાસ રહી નથી. ટીમને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને આઠ વિકેટે હરાવ્યું. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો સંપૂર્ણ રીતે લોપ રહ્યા હતા. આ મેચમાં હાર બાદ વેસ્ટ ઈન્ડિઝના નામે વધુ એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે.

વેસ્ટ ઈન્ડિઝને ટી૨૦ ક્રિકેટમાં સૌથી સફળ ટીમોમાંથી એક માનવામાં આવે છે. તે બે વખત ટી ૨૦ વર્લ્ડ કપ જીતી ચૂક્યા છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી વેસ્ટ ઈન્ડિઝ આ ફોર્મેટમાં પણ સંઘર્ષ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ૨૦૨૨ ટી-૨૦ વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાઈ કરી શકી નથી. આ સિવાય ઈંગ્લેન્ડ સામેની હાર ટી૨૦માં તેની ૧૦૦મી હાર છે. આ સાથે તે ટી ૨૦માં ૧૦૦ મેચ હારનારી ત્રીજી ટીમ બની ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝ પહેલા બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ ટી ૨૦ મેચોમાં ૧૦૦થી વધુ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.

સૌથી વધુ મેચ હારનારી ટીમો

બાંગ્લાદેશ – ૧૦૧ હાર

શ્રીલંકા – ૧૦૦ હાર

વેસ્ટ ઈન્ડિઝ – ૧૦૦ હાર

ઝિમ્બાબ્વે – ૯૫ હાર

ન્યુઝીલેન્ડ – ૯૨ હાર

વેસ્ટ ઈન્ડિઝને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો

સુપર ૮માં વેસ્ટ ઈન્ડિઝનો સામનો ઈંગ્લેન્ડ સામે થયો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ૨૦ ઓવરમાં ૧૮૦ રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડે ફિલ સોલ્ટની ૪૭ બોલમાં ૮૭ રનની ઇનિંગની મદદથી ૭.૩ ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

આ સિવાય વેસ્ટ ઈન્ડિઝના ઓપનિંગ બેટ્સમેન બ્રાન્ડન કિંગ આ મેચમાં સાઇડ સ્ટ્રેઈનનો ભોગ બન્યા છે. આ ઈજાના કારણે તે લગભગ દસ દિવસથી ક્રિકેટના મેદાનથી દૂર છે. આવી સ્થિતિમાં વેસ્ટ ઈન્ડિઝ તેના સ્થાને કોઈ અન્ય ખેલાડીને તક આપી શકે છે.