H3N2 વાયરસ દેશમાં રફ્તાર પકડી રહ્યો છે.કર્ણાટક અને હરિયાણા માં 1-1 નું મૃત્યુ થયેલ છે.

દેશમાં અત્યાર સુધી 90થી પણ વધારે કેસો આવી ચૂકયા છે.

પણ શું આ વાયરસ જાનલેવા હોય શકે છે?.

જે વયક્તિને જૂની બીમારી છે,ઉંમર વધારે છે,ઈમ્યૂનિટી ઓછી છે, તો તેઓએ  H3N2 થી સાવધાન રહેવાની જરૂર છે.

કર્ણાટક માં  જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેનામાં ઠંડી લાગવી,ખાસી,ગાળામાં ખારાશ જેવા લક્ષણો હતા.

કર્ણાટક H3N2 ના 50 થી પણ વધારે કેસો આવેલ છે,જેના હસન જિલ્લામાં 6 કેસો ની પૃષ્ટિ થયેલી છે.

આમતો કોરોનાની વેક્સીન H1N1 થી તો સુરક્ષા આપે છે પણ H3N2 માટે ફલૂ વેક્સીન લાગવાની સલાહ આપવામાં આવી રહી છે.

ડોક્ટરોનું માનવું છે કે મોસમ સ્થિર થશેતો  15 તેથી 20 દિવસોમાં વાયરસ ની અસર ઓછી થઇ શકે છે.

એક્સપર્ટનું માનવું છે કે માસ્ક અને સૅનેટાઇઝરના  ઉપયોગ  H3N2 થી બચાવી  શકે છે.

આ વાયરસ નો ટેસ્ટ પણ કોરોના વાયરસ ના ટેસ્ટ પ્રમાણે નાકેથી  અને ગાળાથી કરવામાં આવે છે.