વ્યાજ ખોરો સામે પહોંચી વળવા સંજેલી પોલીસ તૈયાર અને સજ્જ છે જેને લઈ વ્યાજખોરીનું બેફામ પ્રમાણ ડામવા લોક દરબાર યોજાયો

સંજેલી,

સંજેલી તાલુકો અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો આવેલો છે. જ્યાં ભોળીભાલી અને અભણ લોકો વસવાટ કરે છે. ગ્રામ્ય વિસ્તારની પ્રજાની સાથે બની બેઠેલા વ્યાજ ધીરનારા લોકો બેફામ વ્યાજ વસૂલી રહ્યા છે. જેને લઈ ગ્રામ્ય વિસ્તારની પ્રજા પીડાઈ રહી છે. મજબૂરીનો લાભ લઇ વ્યાજખોરોનું પ્રમાણ બેફામ વધ્યું છે. ઉંચા સ્તરે વ્યાજ વસૂલી વ્યક્તિની હાલત કફોડી અને પાયમાલ કરી નાખે છે. મૂળ રકમ કરતાં 10 ઘણું વ્યાજની રકમ વસૂલ કરવામાં આવતી હોય છે. તે બાદ પણ ટોર્ચર કરી હેરાન કરતા હોય છે. વ્યક્તિ આત્મહત્યા કરવા મજબૂર બને છે. આવા વ્યાજ ખોરો માટે ગૃહ વિભાગ એક્શનમાં આવી છે. આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આદેશ પણ આપી દીધા છે. ત્યારે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ એમ.એમ.માળીની અધ્યક્ષતામાં આજરોજ મીટીંગ યોજવામાં આવી. જેમાં વ્યાજખોરોને ડામવા તેમજ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવા ચર્ચા કરવામાં આવી હતી. સંજેલી નગરમાં આગેવાનો જણાવ્યું હતું કે, પીએસઆઇ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે કોઈપણ વ્યક્તિ વ્યાજખોરોથી પીડિત હોય તો ખોટી ધાકધમકી આપતા હોય તો આ બાબતે તમે પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. જે લોકો ચાઈનીઝ દોરાથી પતંગ ચગાવતા તેમજ ચાઈનીઝ દોરી વેચાણ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સંજેલી નગરના વેપારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.