- શ્રીકૃષ્ણ જન્મસ્થળમાં ચાંદીના કમળ પર ભગવાનનો અભિષેક:કામધેનુએ ૨૫૧ કિલો પંચામૃતથી સ્નાન કર્યું
નવીદિલ્હી, દેશભરમાં કૃષ્ણજન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ભગવાન કૃષ્ણના જન્મોત્સવને લઈને આખુ ભારત મધરાત સુધી જાગ્યુ હતુ. જન્માષ્ટમીની મધ્યરાત્રીએ દેશમાં દરેક જગ્યાએ ભગવાન કૃષ્ણનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ કાન્હાના દર્શન કર્યા હતા. આ ઉત્સવમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી કૃષ્ણ ભક્તો મંદિર પહોંચ્યા હતા. જન્માષ્ટમી નિમિત્તે વ્રજમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.મથુરા-વૃંદાવનના માર્ગો પર સર્વત્ર ભક્તોની ભીડ જોવા મળી હતી. ભગવાન કૃષ્ણના ભક્તો સવારથી જ દર્શન કરી રહ્યા હોવા છતાં મધરાતે શ્રી કૃષ્ણ જન્મસ્થળ પર અભિષેક વિધિ માટે લોકોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી.આ ઉત્સવમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી કૃષ્ણ ભક્તો અહીં પહોચ્યા હતાં મંદિરના પૂજારી જ્ઞાનેન્દ્ર ગોસ્વામીએ જણાવ્યું કે બાંકે બિહારી મંદિરમાં મોડી રાત્રે ૨ વાગ્યે મંગળા આરતી યોજાઈ હતી, પરંતુ આતુર ભક્તોએ સાંજથી જ લાઈનો લગાવવાનું શરૂ કરી દીધું હતું.ગત વર્ષે જન્માષ્ટમી દરમિયાન થયેલી નાસભાગમાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા.
મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ ખાતે જન્માષ્ટમીનો તહેવાર ઊજવવામાં આવ્યો હતાં રાત્રે ૧૨ કલાકે ભાગવત ભવન ખાતે બાળ ગોપાલનો પંચામૃત અભિષેક થયો હતો. ભગવાન કૃષ્ણની જંગમ મૂર્તિ ચાંદીના કમળના ફૂલથી બનેલા સિંહાસન પર બિરાજમાન હતી અને તેનો અભિષેક કરવામાં આવ્યો હતો. તેમજ ૫૦૦ કિલો ગુલાબના ફૂલ અને અત્તરનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ સિવાય ભગવાન શ્રીકૃષ્ણને ચાંદીની કામધેનુ ગાયની મદદથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. જેના માટે ૨૫૧ કિલો પંચામૃતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અભિષેક બાદ તેઓને નવરત્નનો હાર, સોનાની વાંસળી, કડા, ઝરીના બનેલા ગોટા મુકુટ અને બ્રજ રત્ન પહેરાવવામાં આવ્યા હતા.રાજસ્થાનના નાથદ્વારામાં ભગવાન શ્રીનાથજીને તેમના જન્મ પર ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી. જયપુરના ગોવિંદ દેવજી મંદિરમાં ભગવાન કૃષ્ણને તેમના જન્મ પર ૩૧ તોપોની સલામી આપવામાં આવી હતી.ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના ઇસ્કોન મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ ની આરતી અને અભિષેક કર્યો હતો.
દરમિયાન રામ લલાના પરિસર સહિત અયોધ્યાના તમામ મઠ મંદિરોમાં ધૂમધામથી શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો. રામલલાના પરિસરમાં મોડી રાતે ૧૨.૦૦ વાગ્યે શંખ અને ઘંટ ઘડિયાળ પર ભગવાનના જન્મોત્સવની આરતી ઉતારવામાં આવી હતી. રામલલાના મુખ્ય પૂજારીએ કહ્યું કે, ભગવાનને લગાવેલા ભોગ પંજીરી પેંડા પંચામૃત શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવ્યા હતા. રામ જન્મભૂમિ પરિસરમાં જેવી રીતે ભગવાન શ્રીરામનો જન્મોતસ્વ મનાવવામાં આવ્યો, તેવી જ રીતે ભગવાન શ્રીકૃષ્ણનો પણ જન્મોત્સવ મનાવામાં આવ્યો હતો. રામ જન્મભૂમિના ગર્ભગૃહમાં રાત્રિના ૧૨.૦૦ વાગ્યે શ્રીકૃષ્ણના જન્મ માટે ખુલ્યા. આ દરમ્યાન ભગવાનના પરિસરમાં જન્મોત્સવના ભજનો ગવાયા. ભગવાનના જન્મના પદ સાંભળ્યા. તેની સાથે જ ભગવાન રામની નગરીમાં પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધૂમ રહી.ભગવાનના પરિસરને ફુલોથી સજાવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભગવાનને વિશેષ વ્યંજનોનો જન્માષ્ટમીના અવસર પર ભોગ લગાવામાં આવ્યો હતો.