વિવેક ઓબેરોય ’મસ્તી’, ’સાથિયા’, ’ઓમકારા’ અને ’શૂટઆઉટ એટ લોખંડવાલા’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. આ દરમિયાન અભિનેતાએ એક મોટો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે. વિવેકે સ્પષ્ટ કર્યું છે કે એક સમયે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી લોબીનો શિકાર બની ગયો હતો. અભિનેતા તેના નિવેદનને કારણે જબરદસ્ત હેડલાઇન્સમાં છે.
વિવેક ઓબેરોયે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ’મારા જીવનમાં એક એવો સમય હતો જ્યારે મારી ફિલ્મ હિટ રહી હતી અને મારા અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ થોડા સમય પછી સારા રોલ મળવા ઓછા થતા ગયા. જ્યારે તમે લોબિંગનો શિકાર બનો છો, ત્યારે તમારી પાસે માત્ર બે જ વિકલ્પ બચે છે. કાં તો તમે નિરાશ થાઓ અથવા તેને પડકાર તરીકે લો અને મુક્તપણે તમારું નસીબ લખો. મેં બીજો રસ્તો પસંદ કર્યો. પોતાનો રસ્તો કોતરીને અનેક ધંધાઓ ખોલ્યા.
એ વાત જાણીતી છે કે વિવેક ઓબેરોયનો સલમાન ખાન સાથે જાહેરમાં વિવાદ થયો હતો અને વિવેકે સલમાન પર તેને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ૨૦૦૩માં આ મામલે ચર્ચા કરવા માટે પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી હતી. ત્યારે વિવેકે કહ્યું કે સલમાનના કારણે તેની કરિયરને ફટકો પડ્યો અને તેને કામ મળતું બંધ થઈ ગયું.
તે સમયે, કેટરિના કૈફે તેના એક ઇન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે તે વિવેક સાથે કામ કરશે નહીં. જ્યારે વિવેકને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ’તે ખરેખર મારી સાથે કામ કરવા નથી માંગતી. આ ીનો વિશેષાધિકાર છે. અંગત રીતે, હું મારા કામને તે સૂક્ષ્મ રીતે જોતો નથી. હું એવી કોઈપણ વ્યક્તિ સાથે કામ કરીશ જેને સ્ક્રિપ્ટ માટે મારી જરૂર પડશે. હું મારા વ્યક્તિગત પૂર્વગ્રહોને મારા નિર્ણય પર ક્યારેય પ્રભાવિત થવા દઈશ નહીં… હું કોઈપણ રીતે નકારાત્મક્તા પર યાન કેન્દ્રિત કરવા માંગતો નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિવેક ઓબેરોય લાંબા બ્રેક બાદ રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ’ધ પોલીસ ફોર્સ’માં જોવા મળ્યો હતો. આ સિરીઝમાં વિવેકનો સ્ક્રીન ટાઈમ ઘણો ઓછો હતો. આમ છતાં તે દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યો હતો. અભિનેત્રી શ્ર્વેતા તિવારીએ આ શ્રેણીમાં વિવેકની પત્નીની ભૂમિકા ભજવી હતી.