વિષ્ણુદેવ સાય છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બન્યા, રાજ્યને બીજી વાર આદિવાસી મુખ્યમંત્રી મળ્યા

રાયપુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વિષ્ણુદેવ સાયએ છત્તીસગઢનાં ઝ્રસ્ તરીકે શપથ લીધાં. અજિત જોગી બાદ રાજ્યને બીજી વાર આદિવાસી સીએમ મળ્યાં છે.

વિષ્ણુદેવ સાયએ રાજ્યપાલની હાજરીમાં રાયપુરનાં સાયન્સ કોલેજમાં મુખ્યમંત્રી પદ માટે શપથ લીધાં. રાજ્યપાલે તેમને પદ અને ગોપનીયતાની શપથ લેવડાવી. આ દરમિયાન મોદી સહિત અને ગણમાન્ય નેતાઓએ હાજરી આપી. છત્તીસગઢના સીએમની સાથે વિજય શર્મા અને અરુણ સાવએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધાં.

આ શપથગ્રહણમાં અમિત શાહ, જે.પી.નડ્ડા, નિતિન ગડકરી, યોગી આદિત્યનાથ, પુષ્કરસિંહ ધામી, રામદાસ અઠાવલે સહિત અનેક ગણમાન્ય નેતાઓ હાજર રહ્યાં હતાં.

વિષ્ણુદેવ સાય છત્તીસગઢના કુંકુરી મત વિસ્તારના છે. રાજ્યમાં આદિવાસી સમુરાઇની સૌથી વધુ વસ્તી છે અને સાય આ સમુદાયના છે. અજિત જોગી બાદ છત્તીસગઢમાં અન્ય કોઇ મુખ્યમંત્રી બનાવી શકાયા નહોતા. ભાજપે બીજી વાર આદિવાસી સીએમ પસંદ કર્યાં છે. વિષ્ણુદેવ સાય ૨૦૨૦માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં સાયની ગણના સંઘના નજીકના નેતા તરીકે થાય છે. તેઓ ૧૯૯૯થી ૨૦૧૪ સુધી રાયગઢથી સાંસદ હતા. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં સાયને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેમણે સંગઠન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.