વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગમાં ધમધમાટ જોવા મળશે,૭ જુલાઇથી ડાયમંડ બુર્સમાં ઓફિસ ખુલશે

૭ જુલાઇથી ડાયમંડ બુર્સમાં ઓફિસ ખુલશે. બુર્સમાં એક સાથે ૨૫૦ ઓફિસ ખુલવાની શક્યતા છે. ૭૦૦થી વધુ ઓફિસમાં ફર્નીચરની કામગીરી ચાલુ થઇ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ સ્થળ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ છે.ડાયમંડ બુર્સમાં ૧૪૦ ઓફિસ ખુલવા માટે મળી સંપૂર્ણ સંમતિ મળી છે. ઓફિસ ખુલતાની સાથે સુરત-મુંબઇ ફ્લાઈટ શરૂ કરવા પ્રયાસ હાથ ધરાયા છે.ચેરમેનની આગેવાનીમાં કમિટી મેમ્બર્સની બેઠક મળી હતી. કસ્ટમના અંતિમ પ્રશ્ર્નોનું પણ નિરાકણ આવશે.

આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે આ વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર છે. તે કાચા અને પોલિશ્ડ ડાયમંડ તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. ડાયમંડ બુર્સ એ વિશ્ર્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ ઇમારત છે કારણ કે તેમાં ૪,૫૦૦ થી વધુ ઇન્ટરકનેક્ટેડ ઓફિસો ધરાવે છે.