ઈબ્રાહિમ રાયસી જ નહીં, વિશ્વના  અનેક નેતાઓ પણ વિમાન-હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા છે

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ગઈકાલે દુર્ઘટનાગ્રસ્ત થતા, તેમનુ મોત થયું છે. આ પહેલા પણ, આવુ ઘણી વખત બન્યું છે, જ્યારે વિશ્વના કોઈ દેશના ટોચના નેતાઓ પ્લેન કે હેલિકોપ્ટર ક્રેશ થવાથી મૃત્યુ પામ્યા હોય.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું, ગઈકાલે થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. તેમની સાથે ઈરાનના વિદેશ મંત્રી આમિર અબ્દુલ્લાહિયા મૃત્યુ પામ્યા છે. હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાથી અન્ય ઘણા સાથીદારો-અધિકારીઓ પણ માર્યા ગયા છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટરની દુર્ઘટનાએ આખા વિશ્વને ચોંકાવી દીધુ છે. રાયસીનુ મૃત્યુ એવા સમયે થયું છે કે જેને લઈને વિવિધ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંના એક ઈરાનના ટોચના નેતાના મૃત્યુએ આપણને એવા અકસ્માતોની યાદ અપાવી છે. જેમાં વિવિધ રાષ્ટ્રના વડાઓ માર્યા ગયા હોય. જાણો

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને તેમના વિદેશ મંત્રી આમિર અબ્દુલ્લાહયાનનું અવસાન, ગઈકાલે થયેલા હેલિકોપ્ટર ક્રેશને કારણે થયું છે. ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતથી પરત ફરતી વખતે, ગઈકાલ રવિવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં બંને નેતાઓના મોત થયા હતા. આ અકસ્માતમાં, હેલિકોપ્ટરમાં સવાર હોય તેવા લોકોમાંથી કોઈ બચ્યું નથી.

પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને સરમુખત્યાર જનરલ ઝિયા-ઉલ-હકનું પણ 1988માં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુર પાસે તેમનું વિમાન ક્રેશ થયું હતું. તેમના અવસાનને લઈને અનેક પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. ઝિયા-ઉલ-હકના વિમાનમાં ખામી આપોઆપ સર્જાઈ હતી કે કોઈ બળવા અને ષડયંત્રનો ભાગ હતી.

પોલેન્ડના રાષ્ટ્રપતિ

પોલેન્ડના પૂર્વ રાષ્ટ્રપતિ લેચ કાઝીન્સ્કીનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. 2010માં મોલેન્સ્ક નજીક વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. તેમની સાથે પોલેન્ડ સરકારના અન્ય ઘણા અધિકારીઓ પણ માર્યા ગયા હતા.

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ

રેમન મેગ્સેસે ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ હતા. માનુંગલ પર્વત પાસે સર્જાયેલ વિમાન દુર્ધટનામાં તેમનું અવસાન થયું હતું. 1957માં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મેગ્સેસે તેમની સામ્યવાદી વિરોધી નીતિઓ માટે જાણીતા હતા.

બુરુન્ડીના રાષ્ટ્રપતિ અને વાન્ડાના ભૂતપૂર્વ પ્રમુખ

વાન્ડાના ભૂતપૂર્વ પ્રમુખ જુવેનલ હબ્યારીમાનાનું 1994માં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમની સાથે બુરુન્ડીના રાષ્ટ્રપતિ સાયપ્રિયન તારિયામીરા પણ માર્યા ગયા હતા. એવું કહેવાય છે કે રવાંડામાં જ તેમના વિમાનને નિશાન બનાવીને ગોળી ચલાવવામાં આવી હતી. આ હુમલો ત્યારે થયો જ્યારે પ્લેન લેન્ડ થવાનું હતું. આ ઘટના બાદ રવાંડામાં મોટા પાયે નરસંહાર થયો હતો.

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સામોરા મિશેલ

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સામોરા મિશેલનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ અકસ્માત 1986માં તેઓ દક્ષિણ આફ્રિકા જઈ રહ્યો હતા ત્યારે થયો હતો. આજ સુધી આ દુર્ઘટનાને લઈને વિવાદ છે અને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે.

માલાવીના રાષ્ટ્રપતિ બિન્ગુ વા મુથારીકા

માલાવીના રાષ્ટ્રપતિ બિન્ગુ વા મુથારીકાનું 2012માં અવસાન થયું હતું. ખરાબ હવામાનના કારણે તેમના વિમાનને અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. આમાં તેમને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં હાર્ટ એટેકથી તેમનું મોત થયું હતું.

સીરિયાના રાષ્ટ્રપતિ હાફિલ અલ-અસદ

સીરિયાના રાષ્ટ્રપતિ હાફિલ અલ-અસદનું 2000માં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ ઘટના રાજધાની દમાસ્કસ પાસે બની હતી. તેઓ પોતે પ્લેન ઉડાવી રહ્યા હતા અને આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહેવાય છે. જો કે, તેમના મૃત્યુમાં ષડયંત્રનો એંગલ પણ જુએ છે.

ગેબોનના રાષ્ટ્રપતિ લિયોન બા

ગેબોનના પ્રથમ રાષ્ટ્રપતિ લિયોન બાનું પણ વિમાન દુર્ઘટનામાં જ મૃત્યુ થયું હતું. તેમનું પ્લેન ગેબોનના દરિયાકિનારે અકસ્માતનો ભોગ બન્યું હતું.

માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ નાસર

માલદીવના બીજા રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ નાસિરનું 2008માં અવસાન થયું હતું. હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મોત થયું હતું. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે તેઓ માલદીવના એક ટાપુ પર ખાનગી પ્રવાસ પર જઈ રહ્યા હતા, આ એવો ટાપુ છે, જ્યાં માનવ વસ્તી પ્રમાણમાં નહિવત છે.