- વિશ્ર્વકર્મા પુરાણ કથા ના 4 દિવસ ના અંતે મા રાંદલ પ્રાગટ્ય દીન ઉજવાયો.
- કન્યાનું કન્યાદાન કરવાથી પિતૃ ના ઋણ માંથી મુક્ત થવાય છે.
- દીકરી નું કન્યા દાન કરો તેનું ઘણું મોટું મહત્વ છે.
વિશ્ર્વકર્માના પરિવારમાં કોઈ ગુરૂ નથી હોતા બધા વરૂણના ગુરૂ બ્રાહ્મણ હોય છે. વિશ્ર્વકર્માના પુત્ર બ્રાહ્મણ હોય છે. જેથી તેમના કોઈ ગુરૂ હોતા નથી. બ્રાહ્મણ વેદનું કામ કરે છે. વિશ્ર્વકર્માના પુત્રોના ભગવાન વિશ્ર્વકર્મા ગુરૂ છે. વિશ્ર્વકર્માના પુત્રોના ગુરૂની ગાદી ઇલોર ગઢ છે. વિશ્ર્વકર્માના પુત્ર જનોઈ ધારક કરે તે સમયે દીક્ષા લઇ અને મંત્ર જે આપે તે મંત્ર વિશ્ર્વકર્મા નમ: એ જ ગુરૂ મંત્ર છે.
જ્યારે રાક્ષસોએ ત્રાસ આપવાનું ભગવાનને શરૂ કર્યો તે સમયે બધા ભગવાનો ભેગા થઈ માતાજીનું ધ્યાન ધરી માતાજીની સ્તુતિ કરી તો માતાજીના નવ રૂપ ધારણ થયા માતાજીના અંદરથી ઉજાસ આવ્યો અને માતાજી આવ્યા વિશ્ર્વકર્મા ભગવાને માતાજીને ફરસી વીતી ત્રિશુલ ખરાશ જેવા હથિયાર આપ્યા માતાજીએ ભગવાન વિશ્ર્વકર્મા ને કહ્યું આ આપે રાક્ષસોને મારવા મને જે હત્યારો આપ્યા છે તે હું આપની રૂણી છું અને તે હત્યાર થી ચંડ અને મુંડનું વધ કરી આવ્યા ત્યાંથી માતાજીનું જયચામુંડા માં નામ થયું માતાજી એ કહ્યું ચૈત્રી નવરાત્રીમાં મારી આરાધના જે કરશે તેને હું જે માંગશે તે હું આપીશ
દાહોદના રામાનંદ પાર્કમાં છેલ્લા 4 દિવસ થી સુર્ષ્ટી ના રચયિતા ભગવાન વિશ્ર્વકર્મા પુરાણ કથાનુ રસપાન જયંતીભાઈ શાસ્ત્રીના સ્વમુખે થઈ રહ્યુ છે. ત્યારે વિશ્ર્વકર્મા પુરાણ કથા 4 દિવસના અંતે ભગવાન વિશ્ર્વકર્માના પુત્રી મા રાંદલનું પ્રાગટ્ય દીનની ઉજવણી કરવામા આવી હતી. જેમાં મા શાસ્ત્રીજી એ મા રાંદલ પ્રાગટ્ય ની ઉજવણી નો મહિમા સમજાવ્યો હતો. જેમાં સમાજની નાની નાની બાળાઓ દ્વારા મા માતાજીના નવ સ્વરૂપ ધારણ કર્યા હતા. તેમજ ભગવાન વિશ્ર્વકર્મા અને તેમના પુત્રી રાંદલ અને છાયાના પણ પાત્ર ભજવવામાં આવ્યા હતા. મા રાંદલના પ્રાગટ્ય દીન નીમીતે મહીલા મંડળો ગરબે ઝુમ્યા હતા.