- વિશ્ર્વકર્મા પુરાણ કથા ના ત્રીજા દિવસે ક્રુષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરાઈ.
દાહોદ,
દાહોદ શહેરના રામાનંદ પાર્કમાં શાસ્ત્રી જયંતિભાઈના સ્વમુખે થતી કથામાં ત્રીજા દિવસે શાસ્ત્રીએ સુખ અને દુ:ખ વિશે જણાવ્યું કે, સુખ પરિવારને દૂર કરવાનું કામ કરે છે, જ્યારે દુ:ખ ભેગા કરવાનું કામ કરે છે. માનવી ગમે તેટલો મોટો હોય પણ ત્યાં વિશ્ર્વકર્માના પાંચ પુત્રો ભેગા થાય તો જ સફળતા મળે વિશ્ર્વકર્માના પાંચ પુત્રો વિશે ખુબ જ અતિમહત્વ સમજાવવામાં આવ્યું હતું.ભગવાન વિશ્ર્વકર્માએ સૃષ્ટીની રચના માટે પાંચ મુખ ધારણ કર્યા અને પાંચ પુત્રોને તેમના મુખ માંથી પ્રગટ કર્યા અને સમાજના ઘડતર કર્યુ. વિશ્ર્વકર્મા ભગવાનના પાંચ પુત્રો જેમાં મનુ-લુહાર, મય-સુથાર, ત્વષ્ટા-કંસારા કામ કરનાર, શિલ્પી-કડીયાકામ કરનાર, દેવજ્ઞ-સોનીનો સમાવેશ થાય છે. તદ્દઉપરાંત વાસ્તુ પણ ભગવાન વિશ્ર્વકર્માના પુત્ર છે. આ પાંચેય પુત્રોને ભગવાન વિશ્ર્વકર્મા એ અલગ અલગ હથિયાર આપ્યા. ભગવાન વિશ્ર્વકર્મા એ પાંચેય પુત્રોને હથિયાર આપ્યા તો તમામના મનમા સવાલ ઉદ્દભવ્યો ત્યારે ભગવાન વિશ્ર્વકર્મા એ વાસ્તુ ભગવાનને કહ્યું કે તમે જે અમૃત લાવ્યા છો, તે આ પાંચેય પુત્રોને પીવડાવી દો. જેથી વિશ્ર્વકર્મા પુત્રોને કોઈ દી ધનુર ના થાય. કથાના ત્રીજા દિવસના અંતે ભગવાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દાહોદ જિલ્લા પંચાલ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ નંદમહોત્સવને પગલે ભગવાન કૃષ્ણને પારણામાં પોઢાઢવામાં આવ્યા. ઉત્સવને પગલે કથા મંડપમાં સૌ હાજર લોકો નાચગાન કરવા લાગ્યા.