મુંબઇ, આઈપીએલ પુરી થતીની સાથે શરૂ થઈ જશે ક્રિકેટનો મહાકુંભ. જીહાં, આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહ્યો છે ટી ૨૦ ભારત સહિત વિવિધ દેશોએ પોતાની ટીમોની જાહેરાત પણ કરી દીધી છે. એવામાં વર્લ્ડ કપના ઠીક પહેલાં પાકિસ્તાનની ટીમનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાનના ખેલાડીઓ અંદરો અંદર ઝઘડો કરી રહ્યાં હોય તેવું પ્રતિત થઈ રહ્યું ખાસ કરીને પાકિસ્તાની પ્લેયર ઈમાદ વસીમ અને બાબર આઝમ વચ્ચે કોઈક બાબતે ભારે ટક્કર થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. આખરે શું છે મામલો જાણીએ આ અહેવાલમાં…
શું ખરેખર ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાની ટીમમાં શરૂ થઈ ગઈ છે લડાઈ? બાબર આઝમ સાથે ઈમાદ વસીમની ટક્કરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છેકે, બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ક્રિકેટ ટીમ હાલમાં ૨૦૨૪ ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા બે મહત્વપૂર્ણ શ્રેણીની તૈયારી કરી રહી છે. ટી ૨૦ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકાની સાથે ગ્રુપ છમાં છે. પાકિસ્તાન ૬ જૂને અમેરિકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આયર્લેન્ડ સામેની ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી ૧૦મીથી શરૂ થશે. ત્યાર બાદ ૨૨ મેથી ઈંગ્લેન્ડ સામે ૪ ટી૨૦ મેચોની ટી૨૦ સીરીઝ રમાશે.
આયર્લેન્ડ સામેની સિરીઝ પહેલા એક વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર ઈમાદ વસીમ સાથે ગુસ્સામાં વાત કરી રહ્યો છે. સાથી ખેલાડીઓ તેમને અલગ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. પાકિસ્તાની ટીમમાં આ કંઈ નવું નથી. ખેલાડીઓ એકબીજામાં લડતા રહે છે. ખાસ કરીને મોટાભાગના ખેલાડીઓ બાબર આઝમને કેપ્ટન તરીકે પસંદ નથી કરતા. આવી સ્થિતિમાં બધા તેની સાથે અથડામણ કરે છે. બાદમાં બીજી એક વીડિયો ક્લિપ સામે આવી, જેમાં ઈમાદ વસીમ એવું કહેતા સાંભળી શકાય છે કે કોઈ લડાઈ નથી. ઈમાદ લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યો છે. તેણે નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ પાકિસ્તાન સુપર લીગમાં વધુ સારું પ્રદર્શન કરીને તે ટીમમાં પાછો ફર્યો છે. ઇમાદની અગાઉ પાકિસ્તાની ટીમના કેટલાક ખેલાડીઓ સાથે ઝઘડો થયો હતો.