વિશ્વ સાપ દિવસની ઉજવણી સર્પ જાગૃતી કાર્યક્રમ યોજાયો

વન વિભાગ મહીસાગર અને લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા મહીસાગર જીલ્લાની લુણાવાડા આદર્શ વિદ્યાલયમાં વિશ્વ સાપ દિવસ નિમિતે ગુજરાતના સાપ વિશે શિક્ષણ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. વિદ્યાર્થી અને સ્ટાફ ના કર્મચારીઓ ને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ફોઉન્ડેશનના પ્રેસિડેન્ટ મયુરભાઇ પ્રજાપતિએ સાપની વિસ્તૃત માહિતી આપી હતી. જેમ કે ગુજરાતમાં ઝેરી સાપ તેમજ મહીસાગર જીલ્લાના વિસ્તારમાં જોવા મળતા સાપ અને સરિશ્રુપો જેવા કે બિનઝેરી સાપ ઓળખવા સાપ કરડે તો શું કરવું અને આપણી આસપાસ સાપ જોવા મળે તો શુ કરવું, તેમજ ગુજરાતની પકૃતી અને વન્ય જીવોને બચાવોનું સૂચન આપ્યું હતું. તેમજ વિદ્યાર્થીનો ડર દૂર થાય તેવા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. શિક્ષણની સાથે સાથે આ પ્રકૃતી વન્યજીવ શિક્ષણ પણ આવનારી પેઢી માટે ખુબ અગત્યનું છે.