વિશ્વ રેકોર્ડ બનાવી નેશનલ વ્હીલચેયર ક્રિકેટ ચેપિયનશિપ સંપન્ન થઇ,ઉત્તરપ્રદેશની ટીમ વિજયી

  • વિજેતાને ચેપિયનશિંપ ટ્રોફીની સાથે ૨.૫૦ રૂપિયા અને ઉપ વિજેતાને ૧.૫૦ લાખ રૂપિયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

ઉદયપુર,

તૃતીય નેશનલ વ્હીલચેયર ક્રિકેટ ચેપિંયનશિપ ૨૦૨૨ વિશ્વ રેકોર્ડ બનાવવાની સાથે સંપન્ન થઇ છે.ઉત્તરપ્રદેશની ટીમે સારૂ પ્રદર્શન કરતા હરિયાણા ટીમને વિના વિકેટે ૬.૨ ઓવરમાં પરાજિત કરી ચેપિયનશિંપ ટ્રોફી પર કબજો જમાવ્યો હતો.

નારાયણ સેવા સંસ્થાન,ડિફરેંટલી એબલ્ડ ક્રિકેટ કાઉસિલ ઓફ ઇન્ડિયા(ડીસીસીઆઇ),ડબ્લ્યુસીઆઇ અને રાજસ્થાન રોયલ્સના સંયુકત ઉપક્રમે આયોજીત થયેલ સાત દિવસીય ટુર્નામેન્ટમાં ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. નારાયણ સેવા સંસ્થાનના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે દુનિયાના સૌથી મોટા વ્હીચેયર ક્રિકેટ ટુર્નામેન્ટને પહેલીવાર ગિનીચ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે.આ સંબંધમાં ગિનિચ બુકના પ્રતિનિધિ સ્વપ્નિલે નારાયણ સેવા સંસ્થાનને વિશ્વ રેકોર્ડનું પ્રમાણ પત્ર એનાયત કર્યું હતું.

ગિનિચ બુકના પ્રતિનિધિ સ્વપ્નિલે કહ્યું કે ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તમામ પેરામીટર્સ પુરા કરવાની સાથે જ જરૂરી હતું કે આ ટુર્નામેન્ટમાં ઓછામાં ઓછા ૧૫૦ વ્હીલચેયર ક્રિકેટરે ભાગ લીધો હતો પરંતુ આ ટુર્નામેંન્ટમાં દેશભરમાંથી આવેલી ૧૬ ટીમોના ૨૦૦થી વધુ વ્હીલચેયર ખેલાડીઓએ ભાગ લીધો હતો ઇટરનેશનલ અને નેશનલ સ્તર આટલી મોટી વ્હીલચેયર ક્રિકેટ ટુર્નામેન્ટ કોઇ પણ દેશમાં પહેલા કયારેય થઇ નથી આવામાં આ નેશનલ વ્હીલચેયર ક્રિકેટ ચેપિયનશિપે લાર્જેસ્ટ વ્હીલચેયર ક્રિકેટ ટુુર્નામેન્ટનું ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.

પ્રશાંત અગ્રવાલે તૃતીય રાષ્ટ્રીય વ્હીલચેયર ક્રિકેટ ચેપિયનશિપના વિશ્વ રેકોર્ડ બનાવવા પર પ્રસન્નતા વ્યકત કરતા કહ્યું હતું કે સંસ્થાન નારાયણ પેરા સ્પોર્ટ્સ એકેડમી દ્વારા રાષ્ટ્રીય પેરા ગેમ્સને પ્રમોટ કરવાની સાથે સતત પ્રયાસ કરેશે.વિજેતા ચેપિયનશિપ ટ્રોફીના સમાપન સમારોહમાં અતિથિઓએ વિજેતા ઉત્તરપ્રદેશની ટીમને ચેપિયનશિપ ટ્રોફીની સાથે જ ૨.૫૦ લાખ રૂપિયા અને ઉપવિજેતા હરિયાણાની ટીમને ૧.૫૦ લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં હાજર રહેલા ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે આરસીએ ગ્રાઉન્ડ પર નેશલ વ્હીલચેયર ક્રિકેટ ચેપિયનશિપ ૨૦૨૨નું ગ્રાંડ ફિનાલે મેચમાં ઉત્તરપ્રદેશ અને હરિયાણા ટીમની વચ્ચે રમાઇ હતી યુપીએ ટોસ જીતી હરિયણાએ પહેલા બેટીંગ માટે આમંત્રિત કર્યું હરિયાણાની ટીમના ત્રણ મહત્વપૂર્ણ બેટસમેનો પહેલી જ ઓવરમાં આઉટ થઇ ગયા હતાં. જયારે ઉત્તરપ્રદેશની ટીમે ૧૪ ઓવરમાં માત્ર ૮૫ રન આપી હરિયાણાને ઓલ આઉટ કરી દીધી હતી ઉત્તરપ્રદેશની ટીમને જીતવા માટે ૮૬ રનની જરૂર હતી અને તેણે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના ૬.૨ ઓવરમાં જ ૮૬ રન બનાવી ચેમ્પિયનશિપની ટ્રોફી જીતી લીધી હતી.

સમાપન સમારોહમાં ઓલમ્પિયન અને અર્જૂન અવાર્ડી ધુલચંન્દ ડામોર,જીલ્લા કલેકટર તારાચંદ મીણા,રાજસ્થાન રાજય ધરોહર સંરક્ષણ અને પ્રોન્નતિ પ્રાધિકરણની સીઇઓ ટીકમચંદ બોહરા,ડબ્લ્યુ સી આઇના અયક્ષ સ્કવાડ્રન લીડર અભય પ્રતાપ સિંહ ડીસીસીઆઇ સચિવ રવિ ચૌહાણ,રાજસ્થાન રોયલ્સના અભિજીત સિંહ રાજસ્થાન જનજાતિ આયોદના સભ્ય પન્નાલાલ મીણા રાજસ્થાન ધરોહર સંરક્ષણ પ્રાધિકરણ નિદેશક મનોહર લાલ ગુપ્તા જીલ્લા તૈરાકી સંધના અધ્યક્ષ ચંદ્રગુપ્ત સિંહ ચૌહાણ જીલ્લા ખેલ અધિકારી શકીલ હુસૈન તથા ક્રિકેટના આંતરરાષ્ટ્રીય એમ્પાયપર મો રફીક પણ હાજર રહ્યાં હતાં. સંસ્થાન સંસ્થાપક પદ્મશ્રી કૈલાશ માનવે અતિથિઓનું સ્વાગત કરતા દિવ્યાંગોનું શિક્ષણ,ચિકિત્સા અને પુનર્વાસની ૩૮ વર્ષીય સેવા યાત્રાની જાણકારી આપી હતી.