- કલેક્ટર યોગેશ નિરગુડેના વરદ હસ્તે રેલીનુંપ્રસ્થાન કરવામાં આવ્યું.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સામાજીક વનીકરણ વિભાગ દાહોદ અને પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદના સહયોગથી તેમજ કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શનહેઠળનાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ આવે તે હેતુ થી દાહોદમાં રેલી યોજવામાં આવી હતી. દાહોદના હાર્દ સમાં છાબ તળાવ, ઇન્દોરી નાસ્તા હાઉસની પાછળ, ઓપન પાર્ટી પ્લોટ થી રેલી શરૂ થઇ સ્વામીવિવેકાનંદ સર્કલ, માંસરસ્વતીસર્કલ, બિરસા મુંડા સર્કલ થઈને મૂળસ્થાને પરત ફરી હતી.
આરેલીમાંવિવિધ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ જેમ કે રેડક્રોસ, સહજ, સદ્દગુરૂ વગેરેની સાથે 250 જેવા પર્યાવરણ પ્રેમીઓ તેમજ દાહોદનાનગરજનોએ પર્યાવરણને બચાવવામાટેનાવિવિધ સંદેશઆપતાબેનર્સ, સુત્રોસહિતઉત્સાહભેર આ રેલીમાં ભાગ લીધો હતો, પર્યાવરણની જાળવણી માટે જાગૃતતા ફેલાવવામાં મદદરૂ પ બન્યા હતા.
આ રેલીમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ, ટ્રાફિક બ્રિગેડ વગેરેએ પણ ખડેપગે હાજર રહી રેલીને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. ઉપરાંત સામાજીક વનીકરણ વિભાગ દ્વારા જંગલ થીમ ઉપર બનાવેલ ટેબ્લો રેલીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ દરમિયાન ચિત્ર પ્રદર્શનમાં પણ 60 કરતા વધુ લોકોએ ભાગ લઈ ઉત્કૃષ્ઠ રીતે પર્યાવરણને સંબંધિત ચિત્રો બનાવ્યા હતા. તેમને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. રેઇન વોટર હાર્વેસ્ટિંગનું મોડેલ પણઆ સાથે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. તેમ જ પર્યાવરણ બચાવવા માટે ના શપથ પણ લેવામાં આવ્યા હતા.
સામાજીક વનીકરણ વિભાગ દાહોદના ડી.સી.એફ.અમિતકુમાર નાયક અને વન વિભાગની ટીમ, આરોગ્ય વિભાગના અધિકારી ઉદય ટીલાવતની ઉપસ્થિતિ ખૂબ પ્રેરણાદાયક રહી હતી.