
પંચમહાલ જીલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે શહેરા પશુ દવાખાના ખાતે વન વિભાગ, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય, પોલીસ વિભાગ, પશુ દવાખાના સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ તેમજ તાલુકાના અગ્રણીઓના હસ્તે વિવિધ છોડોનું વૃક્ષારોપણ કરીને દરેક વ્યક્તિને એક વૃક્ષ વાવવા માટે અપીલ કરી હતી.

પંચમહાલ જીલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની અલગ અલગ સ્થળો ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે શહેરા પશુ દવાખાના ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને નોર્મલ વિસ્તરણ રેન્જ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, તાલુકા ભાજપ અગ્રણી હાજાભાઈ ચારણ, પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુત આર.એફ.ઓ. રોહિત પટેલ, અમિત ચૌધરી તેમજ પાલિકા પ્રમુખ રચનાબેન શાહ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના રતન દીદી, જ્યા દીદી સહિત પશુ ડોક્ટર એ.બી.કાનાની તેમજ વન વિભાગ, પોલીસ વિભાગના સ્ટાફ ના હસ્તે આબો, લીમડો, જાંબુ, જામફળ, મહુડો , બદામ સહિતના છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.
આગામી ચોમાસા દરમિયાન તાલુકા પંથકમાં વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળો પર હજારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે.વનવિભાગના આર.એફ. ઓ. રોહિત પટેલ અને અમિત ચૌધરી દ્વારા દરેક વ્યક્તિને ઓક્સિજન આપે અને આયુર્વેદિક વૃક્ષો દસ જેટલા વાવવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ વખતે ઉનાળામાં ગરમીનું પ્રમાણ બહુ જ હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હોય ત્યારે જીલ્લા વન વિભાગ દ્વારા વૃક્ષોનું નિકંદન થતું અટકાવવા માટે ના પ્રયાસો કરવામાં આવા સાથે વધુ વૃક્ષો નું વાવેતર કરવા માટે વિચારવુ જોઈએ તેમજ માલિકીના ખેતરમાં હોય કે અન્ય જગ્યા પર વૃક્ષોને કાપવા માટેની મંજૂરી નહીં આપવામાં આવીને પર્યાવરણ બચાવો તેઓ સંદેશો લોકો સુધી પહોંચાડવો જોઈએ તે પણ જરૂરી છે. તાલુકા પંથકમાં વનવિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની જનજાગૃતિ ના સંદેશા સાથે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ જીલ્લામાં એકમાત્ર શહેરા વન વિભાગના આર.એફ.ઓ. રોહિત પટેલ દ્વારા લાકડા ચોરો સામે કડક કાર્યવાહી કરીને મહિનામાં પાંચ કરતાં વધુ વાહનો પણ ઝડપી પાડતા લાકડા ચોરોમાં ફફડાટ પણ ફેલાયો હતો.