નવીદિલ્હી, વિશ્ર્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરમાં પહેલો મોબાઈલ ટાવર સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ટાવર આર્મી દ્વારા ભારત સંચાર નિગમ લિમિટેડના સહયોગથી લગાવવામાં આવ્યું છે. પહેલા બેઝ કેમ્પ સુધી મોબાઈલ કનેક્ટિવિટી હતી, પરંતુ આ ટાવર લગાવ્યા બાદ હવે પોસ્ટ પર તૈનાત કોઈપણ સૈનિક મોબાઈલ દ્વારા વાત કરી શકશે.
સિયાચીનના . કુમાર પોસ્ટ ઉત્તર ગ્લેશિયરમાં છે, જ્યાં ઊંચાઈ ૧૫૬૦૦ ફૂટ છે. અહીં પહોંચવા માટે કોઈ રસ્તો નથી. સેનાએ ૬ ઓક્ટોબરે મોબાઈલ ટાવર લગાવ્યો હતો. આ ટાવર લગાવવાથી દૂરના વિસ્તારોમાં તૈનાત સૈનિકો પોતાના પરિવાર સાથે સરળતાથી વાત કરી શકશે.
તેમાં ૪જી નેટવર્ક છે. સેના આવા વધુ મોબાઈલ ટાવર લગાવવાની યોજના બનાવી રહી છે જેથી સિયાચીનના દરેક વિસ્તારમાં વધુ સારું કોમ્યુનિકેશન નેટવર્ક સ્થાપિત કરી શકાય. આ મોબાઈલ ટાવરની રેન્જ ત્રણથી ચાર કિલોમીટરની છે.બીએસએનએલે આર્મી સંસાધનોની મદદથી આ ટાવર સ્થાપિત કર્યું છે, જે આર્મીના મોબાઈલ કનેક્ટિવિટી માટે ખૂબ જ અસરકારક છે.