નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી૭ આમંત્રિત દેશોના નેતાઓ સાથે રવિવારે જાપાનના હિરોશિમા પીસ મેમોરિયલ પાર્કમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. મોદી ગ્રુપ ઓફ સેવન સમિટમાં ભાગ લેવા માટે જાપાનમાં છે. વડાપ્રધાન તેમના જાપાની સમકક્ષ ફુમિયો કિશિદાના આમંત્રણ પર પૂર્વ એશિયાઈ દેશની મુલાકાતે છે.
એમઇએના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી તેમના દિવસની શરૂઆત પીસ મેમોરિયલ મ્યુઝિયમની મુલાકાત લઈને કરી હતી, જ્યાં તેઓ દસ્તાવેજીકૃત પ્રદર્શનોનું અવલોકન કર્યુ અને મુલાકાતીઓની પુસ્તક પર હસ્તાક્ષર કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ શનિવારે તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદા સાથેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન ભારત અને જાપાન વચ્ચેના સંબંધોની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ ભારતના ય્૨૦ પ્રેસિડેન્સી અને જાપાનના જી૭ પ્રેસિડેન્સીના ફોક્સ વિસ્તારો પર પણ ચર્ચા કરી હતી.