વોશિગ્ટન, દુનિયાના ૨૦ સૌથી અમીર દેશોમાં બળજબરીથી મજૂરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને આ દેશો અંદાજે પાંચ કરોડમાંથી અડધાથી વધુ લોકોની ’આધુનિક ગુલામી’ માટે જવાબદાર છે. બુધવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. માનવાધિકાર સંગઠન ’વોક ફ્રી ફાઉન્ડેશન’ના રિપોર્ટમાં જણાવાયું છે કે ય્૨૦ સમૂહના છ દેશોમાં સૌથી વધુ લોકો આધુનિક ગુલામીનો સામનો કરી રહ્યા છે. તેમને કાં તો બળજબરીથી મજૂરી કરાવવામાં આવે છે અથવા તો તેમના પર લગ્ન માટે દબાણ કરવામાં આવે છે.
ભારત ૧૧ મિલિયન લોકો સાથે યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ ચીન (૫.૮ મિલિયન), રશિયા (૧.૯ મિલિયન), ઇન્ડોનેશિયા (૧.૮ મિલિયન), તુર્કી (૧.૩ મિલિયન) અને યુનાઇટેડ સ્ટેટ્સ (૧.૧ મિલિયન) છે. આધુનિક ગુલામીની સૌથી ઓછી હાજરી ધરાવતા મોટાભાગના દેશો – સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે, જર્મની, નેધરલેન્ડ, સ્વીડન, ડેનમાર્ક, બેલ્જિયમ, આયર્લેન્ડ, જાપાન અને ફિનલેન્ડ – પણ જી૨૦ ના સભ્યો છે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. જોકે, આ દેશોમાં પણ, હજારો લોકોને તેમના ઉચ્ચ સ્તરના આર્થિક વિકાસ, લિંગ સમાનતા, સામાજિક કલ્યાણ અને રાજકીય સ્થિરતા અને મજબૂત ફોજદારી ન્યાય પ્રણાલી હોવા છતાં, બળજબરીથી મજૂરી અથવા લગ્ન માટે ફરજ પાડવામાં આવે છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, યુનાઇટેડ નેશન્સનું ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન એન્ડ વોક ફ્રી એ અંદાજ લગાવ્યો હતો કે ૨૦૨૧ ના ??અંત સુધીમાં ૫૦ મિલિયન લોકોને ’આધુનિક ગુલામી’માં જીવવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, જેમાં ૨૮ મિલિયન બળજબરીથી મજૂરીનો સામનો કરી રહ્યા હતા અને ૨.૨ કરોડો લોકોના બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. જે ૨૦૧૬ના અંતથી માત્ર પાંચ વર્ષમાં એક કરોડનો વધારો છે. રિપોર્ટ અનુસાર, ૨૦૨૧ના અંતમાં સૌથી વધુ આધુનિક ગુલામી ધરાવતા દેશોમાં ઉત્તર કોરિયા, એરિટ્રિયા, મોરિટાનિયા, સાઉદી અરેબિયા અને તુર્કીનો સમાવેશ થાય છે.