વિશ્ર્વ મહિલા દિવસની ઉજવણી સમયે દાહોદ જીલ્લામાં મહિલાઓનું પ્રતિનિધીત્વ વધ્યું

દાહોદ,

તારીખ 8મી માર્ચ એટલે વિશ્ર્વ મહિલા દિવસ વિશ્ર્વ મહિલા દિવસે સમગ્ર વિશ્ર્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતાં દાહોદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે શાસન ધુરા સંભાળી રહેલી મહિલાઓ પુરૂષોને ઝાંખા પાડી રહી છે. ત્યારે ગુજરાતમાં 2008થી શરૂ થયેલી ઈમરજન્સી 108 સેવામાં ઈએમટી તરીકે ફરજ બજાવી રહેલી મહિલા કર્મચારી માનવસેવા કાજે ખડેપગે સેવા આપી કટોકટીના સમયમાં દેવદુત બની માવ જીવન સફળતાપુર્વક બચાવી નાગરિકોને સેવા આપી રહી છે. માતા મૃત્યુદર ઘટાડવામાં સિંહફાળો આપી રહી છે. 2008થી આજદિન સુધી ચોવીસ કલાક સેવા આપી રહેલી 108 ઈમરજન્સી સેવા મહિલાઓ તેમજ તેમના સગા સંબંધીઓ માટે આર્શિવાદરૂપ નીવડી રહી છે, તો અનેકવાર સેવા દ્વારા એમ્બ્યુલન્સમાં સફવ પ્રસૃતિ કરાવી માતા અને બાળક બંન્નેનો જીવ બચાવી રહી છે. મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતાં દાહોદ જિલ્લામાં 31 જેટલી જુદી જુદી ટીમો લોકોશન ઉપર 9 થી વધારે મહિલા કર્મચારીઓ ઈમટી તરીકે સેવા આપી રહી છે. જેમાં દાહોદ લોકેશન 1પર સુશીલા પટેલ, ગરબાડાના પાંચવાડામાં નિશા ભાભોર, સેવનિયામાં જયાબેન પટેલીયા, દેવગઢ બારીઆમાં લલીતાબેન પટેલીયા, મુવાડા ચોકડી પર રીનાબેન કટારા, ઝાલોદ 1 પર મનીષાબેન કટારા, પીપલોદમાં સુરેખાબેન ભુરીયા, મીરાખેડીમાં શિલ્પાબેન ડાંગી તેમાં સુખસરમાં લીલાબેન તાવીયાડ ઈએમટી મહિલા કર્મચારીઓ પ્રથમ કોલ પર જ અંતરિયાળ વિસ્તારોમાં ગણતરીમાં પહોંચી માનવ જીવનની સેવા કાજે ખડેપગે સેવા આપી ઉત્કૃષ્ઠ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડી રહી છે.