વિશ્વમાં દર કલાકે આતંકવાદથી ૫૨ લોકો માર્યા જાય છે : રીપોર્ટ

નવીદિલ્હી, વર્ષ ૨૦૨૧માં વિશ્વભરમાં દર કલાકે સરેરાશ ૫૨ લોકોની હત્યા કરવામાં આવી હતી. યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમના રિપોર્ટ અનુસાર, ૨૦૨૧માં સમગ્ર વિશ્વમાં કુલ ૪.૫૮ લાખ લોકોની હત્યા કરવામાં આવી હતી. યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમે ગ્લોબલ સ્ટડી ઓન હોમિસાઈડ ૨૦૨૩ નામનો રિપોર્ટ બહાર પાડ્યો છે.રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૦૦ થી ૨૦૨૧ સુધીમાં ૯૫ લાખ લોકોની હત્યા કરવામાં આવી હતી જ્યારે ૩.૪૦ લાખ લોકોએ આતંકવાદી ઘટનાઓમાં અને ૧૫ લાખ લોકોએ સશસ્ત્ર સંઘર્ષમાં જીવ ગુમાવ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, ૨૦૧૯ થી ૨૦૨૧ સુધી વિશ્વભરમાં દર વર્ષે ૪૪૦,૦૦૦ લોકોની હત્યા કરવામાં આવી હતી. ૨૦૨૧ સૌથી ભયંકર વર્ષ હતું. આ વર્ષે ૪.૫૮ લાખ લોકો ઈરાદાપૂર્વક માર્યા ગયા. વર્ષ ૨૦૨૨ માટે અત્યાર સુધી ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે ૨૦૨૧ અને ૨૦૨૨ ની વચ્ચે, સાસખ સંઘર્ષમાં મૃત્યુ પામેલા લોકો કરતાં બમણા લોકો ઇરાદાપૂર્વક માર્યા ગયા હતા.

જ્યારે આ એક વર્ષમાં સંઘર્ષ દરમિયાન જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં ૯૫ ટકાનો વધારો થયો છે. હત્યાનો ભોગ બનેલા ૮૧ ટકા પુરુષો છે. ૨૨ ટકા હત્યાઓ માટે જવાબદાર સંગઠિત અપરાધ અહેવાલ દર્શાવે છે કે સંગઠિત અપરાધ ગેંગે સમગ્ર વિશ્વમાં ૨૨ ટકા હત્યાઓ કરી લોકોના જીવ લીધા છે.

અમેરિકામાં ૫૦ ટકા હત્યાઓ માટે સંગઠિત અપરાધ જવાબદાર છે. યુનાઈટેડ નેશન્સે આશંકા વ્યક્ત કરી છે કે સંગઠિત અપરાધ જૂથો અને ગેંગ વચ્ચેની સ્પર્ધાને કારણે ઈરાદાપૂર્વકની હત્યાઓમાં વધુ વધારો થઈ શકે છે. જે રીતે હૈતી અને એક્વાડોરમાં થઈ રહ્યું છે. અમેરિકામાં ૭૫ ટકા હત્યાઓ માટે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનાથી વિપરીત યુરોપ અને એશિયામાં માત્ર ૧૭ અને ૧૮ ટકા હત્યાઓમાં હથિયારોનો ઉપયોગ થતો હતો.

રિપોર્ટ અનુસાર, ભારતમાં પણ કોરોનાની શરૂઆતથી જ હત્યાનું પ્રમાણ વયું છે. પાકિસ્તાનમાં હત્યાનું પ્રમાણ પણ વધ્યું છે. ચીન, ઈન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડમાં છેલ્લા એક દાયકામાં વાર્ષિક હત્યાઓમાં ઘટાડો નોંધાયો છે. રિપોર્ટ અનુસાર એશિયાઈ દેશોમાં આંકડા સ્પષ્ટ નથી. વિયેતનામમાં ૨૦૧૧ થી હત્યાના આંકડા જાહેર કર્યા નથી. ભારતમાં ૨૦૧૯ થી ૨૦૨૧ માં ૧૬ ટકા લોકોની સંપત્તિના વિવાદને કારણે હત્યા કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં લગભગ ૨૦ ટકા લોકોએ પાણીના વિવાદમાં જીવ ગુમાવ્યા છે.

૨૦૨૧માં વિવિધ દેશોમાં હત્યાનું પ્રમાણ કેટલું હતું

દેશ — હત્યા

અમેરિકા — ૧.૫૪ લાખ

એશિયા — ૧.૦૯ લાખ

યુરોપ — ૧૭૦૦૦

ઓશનિયા — ૧૦૦૦

આફ્રિકા — ૧.૭૬ લાખ