વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો

દાહોદ, આજરોજ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતના માર્ગદર્શન અન્વયે 24 માર્ચ વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે ટીબી લેપ્રસી અને એચ. આઇ.વી ના દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો. જેમાં 75 યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું. આમ, બ્લડ ડોનેશન કેમ્પની અંદર ટીબી, લેપ્રસી, એચ.આઇ.વી. પ્રોગ્રામના કર્મચારીઓ તથા અન્ય સેવાભાવી વ્યક્તિઓ દ્વારા બ્લડ ડોનેટ કરીને એક માનવતાનું કાર્ય કર્યું. આમ, જીલ્લા ક્ષય અઘિકારી ડો. આર. ડી.પહાડીયા દ્વારા સૌ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.