
જમ્મુ-કાશ્મીરમાં ઘાર્મિક યાત્રાઓ પર નીકળેલા શ્રદ્ધાળુઓ પર આતંકવાદીઓ દ્વારા બસને ટાર્ગેટ કરી શ્રઘ્ધાળુઓ પર ફાયરિંગ કરવામાં આવી. જેમા 10 શ્રઘ્ધાળુઓને મારી નાખવામાં આવ્યા અને અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ છે. જેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દાહોદ જીલ્લા દ્વારા તા. 12 જુને બપોરે 04:00 વાગ્યે સ્વામી વિવેકાનંદ ચોક, સ્ટેશન રોડ દાહોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જીલ્લા નગર અને આયામના પદાધિકારીઓ, અધિકારીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આંતકવાદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું. ત્યારબાદ કલેક્ટર કચેરી પહોંચી. પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર મહામોહિમ રાષ્ટ્રપતિ ના નામે પ્રશાસનને આવેદનપત્ર આપી. વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.