વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જીલ્લા દ્વારા ષષ્ટિપૂર્તિ સમારોહ અંતર્ગત માધ્યમિક શાળા ગરબાડા ખાતે હિન્દુ સંમેલન યોજાયું

  • જેમાં અનુસૂચિત જાતિના ધોરણ પાંચ થી આઠમાં અભ્યાસ કરતા બાળકોને મુંબઈના દાતા વાડીલાલ યુ. દોશી જૈન પરિવાર તરફથી મફત ગણવેશ નું વિતરણ કરવામાં આવ્યું.

વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ દ્વારા હિન્દુ સંમેલન અને ગણવેશ વિતરણ નો કાર્યક્રમ ગરબાડા પ્રખંડના માધ્યમિક શાળા ગરબાડા ખાતે મહેન્દ્રભાઈ નળવાયા નિવૃત્ત સંયુક્ત કમિશનર આદિજાતિ વિકાસ ના અધ્યક્ષ સ્થાને તથા પ્રવીણભાઈ ચાવડા પ્રમુખ ગરબાડા તાલુકા અ.જા. કેળવણી મંડળના ટ્રસ્ટી ભરતભાઈ કાંચીલા તેમજ સંત પ.પૂ. રશ્મીગુરૂજી કૃષ્ણ પ્રણામી મંદિર વૃંદાવન ધામ હરકુંડી તેમજ ડો. ગિરીશભાઈ નળવાયા કેન્દ્રીય ટ્રસ્ટી મંડળના સદસ્ય અને દક્ષિણ ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ. તેમજ પંચમહાલ વિભાગ સહ મંત્રી કિરણસિંહ ચાવડાની પ્રેરકઉપસ્થિતિમાં તારીખ 04/09/2024ના બુધવારે હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદની કાર્ય પદ્ધતિ મુજબ શરૂઆત અને પુર્ણાહુતિ કરવામાં આવી.

આ પ્રસંગે ગરબાડાતાલુકાના ધોરણ 5 થી 8માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના કુમાર ક્ધયાને153 પૈક145બાળકોને મુંબઈના દાતા વાડીલાલ યુ. દોશી જૈન પરિવાર તરફથી ગણવેશ આપવામાં આવ્યો હતો. આ વિતરણ વ્યવસ્થા કૃષ્ણ પ્રણામી સેવા સંસ્થાન જામ્બુવા તથા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ જામ્બુવા અને દાહોદ જીલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો.

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જીલ્લાના જીલ્લા ઉપાધ્યક્ષ ગોપાલભાઈ સોની, જીલ્લા સહમંત્રી કમલેશભાઈ ગુજજર, ગરબાડા પ્રખંડના ઉપાધ્યક્ષ ડો.મહેશચંદ્ર પંડ્યા પ્રખંડ સહમંત્રી રાજુભાઈ રાઠોડ તેમજ અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દાહોદ જીલ્લાના ટ્રસ્ટી વેચાતભાઇ પરમાર તથા ગરબાડાના સરપંચ અશોકભાઈ રાઠોડતથા અનુસૂચિત જાતિ સમાજના કર્મશીલ ભાઈઓ અને બહેનો તેમજ બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં વક્તા તરીકે ડો. ગિરીશભાઈ નળવાયા તેમજ વિભાગ સહમંત્રી કિરણસિંહ ચાવડા સેવા આપી હતી. જય શ્રી રામ, હિંદુ ધર્મ સંસ્કૃતિ પરંપરાના રક્ષણ તથા સંવર્ધન માટે 1964માં મુંબઈના ચાંદીપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દ્વિતીય સંઘ સંચાલક પૂ. ગુરૂજી ની પ્રેરણાથી હિન્દુ, શીખ, જૈન વગેરે ભારતીય પરંપરાઓના પૂજ્ય સંતો તથા પદ્મ કે.કા. શાસ્ત્રી જેવા વિદ્વાનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ.

આજ દિન સુધીના કાર્યકાળમાં અનેક સફળ આંદોલન તથા જન જાગરણ થકી વિહિપ દ્વારા શ્રદ્ધા કેન્દ્રોની મુક્તિ, લવ- લેન્ડ જેહાદ વિરૂદ્ધ કાયદા, ગૌરક્ષા માટે કાયદા, ધર્માંતરણ અટકાવવું, ઘર વાપસી, સામાજીક સમરસતા, વનવાસી કલ્યાણ, સેવા, બાલ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આજે પણ 32 દેશોમાં 63, હજાર કરતાં વધુ સમિતિઓ અને 700 જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓના માધ્યમથી ચાલતી વિહીપ એ વિશ્વ ના દરેક હિન્દુનું પોતાનું સંગઠન છે. સંવત 2080 શ્રાવણ વદ આઠમ કૃષ્ણ જન્માષ્ટમી ના રોજ સૌ હિંદુઓની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ પૂર્ણ થયા, જેથી ષષ્ટિપૂર્તિ સમારોહ યોજવામાં આવ્યો હતો.