વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી અંતર્ગત રેલી તેમજ સાધન સહાય વિતરણ

દાહોદ,બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ, રાષ્ટ્રીય અંધજન મંડળ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટીના સંયુક્ત ઉપક્રમે ત્રીજી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી અંતર્ગત દિવ્યાંગોને વ્યવસાય અને શિક્ષણ દ્વારા સ્વાવલંબી થવાની તક મળે તેવા જનજાગૃતિ ઉમદા હેતુથી એક રેલીનું આયોજન આંબેડકર સર્કલ થી બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સિલ મંડાવાવ રોડ ખાતે તારીખ 4 12/2023 ને સવારે 10:00 વાગે કરવામાં આવ્યું હતું. આ રેલીનું પ્રસ્થાન સમાજ સુરક્ષા અધિકારી રામાણી દ્વારા કરવામાં આવ્યું તેમજ આ પ્રસંગે પ્રોબેશન અધિકારી ખાટા, એનએબીના પ્રમુખ ડો.નાગર, મંત્રી યુસુફી કાપડિયા, રિજીયન ચેરમેન લા. અનિલ અગ્રવાલ લાયન્સ ક્લબ ઓફ સીટીના પ્રમુખ લા.તુલસી શાહ, મંત્રી સેફીભાઈ પિટોલવાળા, ખજાનચી અને ડિસ્ટ્રિક્ટ ચેરમેન કમલેશ લીમ્બાચીયા, લા. રાધેશ્યામ શર્મા, લા. રાજકુમાર સહેતાઈ, લા. સલમાબેન કાપડિયા એબિલિટીના પ્રમુખ, મંત્રી, ખજાનચી તેમજ અન્ય મહાનુભાવો, શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ રેલીને સફળ બનાવી હતી. સમાજ સુરક્ષા અધિકારી રામાણીના હસ્તે મનો દિવ્યાંગને દર મહિને રૂા.1000/- મળે તેવા 150 લાભાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત 170 દિવ્યાંગોને હાથલારી, ઠંડાપીણા માટે કેબિન જેવા સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું. આમ, દિવ્યાંગો આત્મનિર્ભર બને તેવા પ્રયત્ન કરવામાં આવ્યા.