વિશ્વ બીજી મહામારી માટે તૈયાર રહે, બ્રિટિશ વૈજ્ઞાનિકે ચોંકાવનારો દાવો કર્યો

લંડન, બ્રિટિશ સરકારના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પેટ્રિક વેલેન્સે બીજી મહામારીની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે થોડા સમય પછી બીજી મહામારી નિશ્ર્ચિત છે. પૂર્વ વૈજ્ઞાનિક સલાહકારે આવનારી સરકારને આ તરફ યાન આપવાની સલાહ આપી છે.

તેમણે કહ્યું કે આપણે કોરોના જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અમે હજી મહામારીનો સામનો કરવા તૈયાર નથી.

બ્રિટિશ વેબસાઈટ ધ ગાડયનના રિપોર્ટ અનુસાર, એક ઈવેન્ટને સંબોધિત કરતી વખતે વેલેન્સે કહ્યું કે, શરૂઆતમાં ખતરાઓની ઓળખ કરવા માટે આપણે વધુ સારી દેખરેખ સિસ્ટમ સ્થાપિત કરવાની જરૂર છે.વેલેન્સે કહ્યું કે આ યોગ્ય સમય છે જ્યારે દેશમાં ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણીમાં રોગચાળાના ભયને મુદ્દો બનાવવો મહત્વપૂર્ણ છે. તેમણે ચૂંટણી પછી આવનારી સરકારને ઝડપી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, મહામારીના કિસ્સામાં ઝડપથી રસી ઉપલબ્ધ કરાવવા જેવી બાબતો પર કામ કરવાની સલાહ આપી છે.