વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંતરામપર તાલુકામાં અવરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર ઇન્ડિયન સ્કૂલ ઓફ માઈક્રો ફાઇનાન્સ ફોર વુમન, આર.બી.આઈ. અને બેંક ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે સ્કેલપ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ લોકો સક્રિય રીતે બચત કરતા થાય અને બેંકમાં ચાલતી વિવિધ યોજનાઓ, ડીજીટલ ટેકનોલોજી તેમજ સાઇબર ક્રાઇમ થી સાવધાન રહી શકે તે માટે લોકોને જાગૃત કરવાનો છે. આજ અંતર્ગત આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંતરામપર તાલુકાના આઝાદ મેદાનમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવેલ આ મેળામાં મોટી સંખ્યામાં મહીસાગર જીલ્લામાં દરેક તાલુકા માંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો, ભાઈઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ જાગૃતિ માટે કાર્યક્રમ કર્યા હતા.

ત્યારે કડાણા સી.એફ.એલ. દ્વારા મેળામાં સ્ટોલનું આયોજન કરી બેંક ઓફ બરોડા દ્વારા ચાલતા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના વિશે મેળામાં આવેલ યુવાઓને પેમ્પલેટ આપી સમજણ આપવામાં આવી હતી. ખાસ કરીને વર્તમાન સમયમાં ડિજીટલ ચોરી વધી રહી છે. ત્યારે યુવાનો આવા સાઇબર ક્રાઇમનો ભોગ ના બને તે માટે તેમને અજાણ્યા કોઈ વ્યક્તિ જોડે OTP શેર ના કરવાની તેમજ કોઈ ભોગ બને તો તાત્કાલિક 1930 નંબર પર જાણ કરવાની વાત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યકમ મહીસાગર જીલ્લામાં લીડ ડિસ્ટ્રીક મેનેજર બારોટ અને મધ્ય ગુજરાત ક્રોડીનેટર નવીન બારીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતો.