વિશેષ સત્ર માટે મોદી સરકારની સાથે વિપક્ષ પણ તૈયાર ? જાતીય જનગણનાને લઈને અદાણી મામલાની જેપીસી તપાસની સોનિયા ગાંધીએ માંગ કરી

કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલા સંસદના ખાસ સત્રને લઈને વિપક્ષનું કન્ફ્યુઝન દૂર નથી થયું. હવે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મામલા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી છે. 

સોનિયાએ પોતાના પત્રમાં ખાસ સત્રનો એજન્ડો ન જણાવવા પર વાંધો ઉઠાવ્યો છે. તો ત્યાં જ પોતાની તરફથી નવ માંગો પણ મુકી છે. સોનિયા ગાંધીએ અદાણી મામલા પર જેપીસીની તપાસ સહિત જાતીય જનગણનો મુદ્દો ઉઠાવ્યો છે. 

કોંગ્રેસ નેતા જયરામ રમેશે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં સરકાર પર નિશાન સાધ્યું. જયરામ રમેશે જણાવ્યું કે સોનિયાજીએ વિપક્ષના મામલાને સામે મુક્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે વિપક્ષ સાથે કોઈ વાત નથી કરવામાં આવી અને તેમની મરજીથી આ કરવામાં આવી રહ્યું છે.

આવું પહેલી વખત થઈ રહ્યુ છે કે કાર્યસૂચીની જાણકારી નથી આપવામાં આવી. જયરામ રમેશે કહ્યું કે INDIA ગઠબંધનના જે મુદ્દા હતા. અમે તે સત્રમાં ઉઠવાનો પ્રયત્ન કરીશું. 

સોનિયા ગાંધીએ આ પત્રમાં કુલ 9 મુદ્દા સામે મુક્યા છે. તેમાં આર્થિક સ્થિતિ, મોંઘવારી, બેરોજગારીની મામલા પર ચર્ચા કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોને લઈને સરકારે જે વચન આપ્યા, એમએસપીની ગેરેન્ટી આપી તેના પર હજુ સુધી શું થયું છે. સોનિયા ગાંધીએ અદાણી મામલામાં જેપીસીની તપાસની માંગ કરી છે. તેના ઉપકાંત જાતીય જનગણના તરત કરવાની અપીલ કરવામાં આવી છે. 

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કેન્દ્ર દ્રારા સંધીય ઠાંચા, રાજ્ય સરકારો પર કરવામાં આવી રહેલા હુમલા, હિમાચલ પ્રદેશમાં આવેલી મુશ્કેલીઓને રાષ્ટ્રીય આપત્તી જાહેરા કરવાની માંગ કરી છે. તેના ઉપરાંત દેશમાં સાંપ્રદાયિક તણાવ, મણિપુર હિંસા અને ચીન દ્વારા લદ્દાખમાં ઘુસણખોરી મુદ્દાને સામે મુક્યા છે. સોનિયા ગાંધીએ પોતાના બે પાનાન ચિઠ્ઠીમાં સરકાર પર નિસાન સાધ્યું છે. 

  1. આર્થિક હાલત, મોંઘવારી, બેરોજગારી પર ચર્ચા. 
  2. ખેડૂતોને એમએસપીને લઈને જે વિવાદ કર્યો છે તેના પર ચર્ચા. 
  3. અદાણી ગ્રુપના વિરૂદ્ધ લાગેલા આરોપોની તપાસ. 
  4. મણિપુર હિંસાને લઈને ચર્ચા.
  5. હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં સાંપ્રદાયિક હિંસા પર ચર્ચા.
  6. ચીન દ્વારા ભારતની જમીન પર કરવામાં આવેલા કબજા, લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશને લઈને કરવામાં આવેલા દાવા પર ચર્ચા.
  7. જાતીય જનગણના કરવી. 
  8. કેન્દ્ર-રાજ્યના સંબંધની સ્થિતિમાં સુધાર. 
  9. હિમાચલ સહિત અન્ય રાજ્યોમાં પ્રાકૃતિક મુશ્કેલીઓના કારણે જે નુકસાન થયું છે તેના પર ચર્ચા. 

મોદી સરકારે 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું ખાસ સત્ર બોલાવ્યું છે. સરકાર દ્વારા જે જાણકારી આપવામાં આવી છે તેમાં અમૃત કાળ સાથે જોડાયેલા વિષયો પર ચર્ચા કરવાની વાત કહેવામાં આવી છે. જોકે વિપક્ષનો આરોપ છે કે સરકાર વગર કોઈ ચર્ચા અને જાણકારીએ આ ખાસ સત્ર બોલાવી રહી છે. 

સત્રને લઈને ઘણા પ્રકરાની અટકળો છે. જેમાં વન નેશન વન ઈલેક્શન, ઈન્ડિયાનું નામ ભારત કરવાની વાત અને મહિલા આરક્ષણ બિલને લઈને વાત કરવામાં આવી રહી છે. જોકે સરકારની તરફથી હાલ કંઈ પણ સ્પષ્ટ નથી કહેવામાં આવ્યું.