વિશાખાપટ્ટનમ, ભારતીય નૌસેનાએ અહીં અત્યાર સુધીનો સૌથી મોટો બહુપક્ષીય નૌસેના અભ્યાસ ’મિલન-૨૦૨૪’નું આયોજન કર્યું છે. સોમવારથી શરૂ થયેલ આ યુદ્ધ અભ્યાસ ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ યુદ્ધાભ્યાસ દરમિયાન ભારતીય નૌસેનાના લડાયક વિમાનોએ આકાશમાંથી દારૂગોળા વરસાવ્યા હતા. આ કાર્યવાહીએ દુનિયાની સામે ભારતીય નૌસેનાની તાકાત દેખાડી હતી. ૧૬થી૨૭ ફેબ્રુઆરી દરમિયાન ચાલનાર આ યુદ્ધાભ્યાસમાં ૫૦ દેશોની નૌસેનાઓ ભાગ લેશે. જેમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા, વિયેટનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા વગેરે દેશોનો સમાવેશ થાય છે.
આ યુદ્ધાભ્યાસનો ઉદેશ સમાન વિચારધારાવાળા દેશો વચ્ચે સમુદ્રી સહયોગ વધારવાનો છે. આ યુદ્ધાભ્યાસ બે તબકકામાં છે, પ્રથમ બંદરગાહમાં અને બીજું સમુદ્રમાં. સમુદ્રી તબકકા દરમિયાન નૌસેનાઓ ઉન્નત વાયુ રક્ષા, સબમરીન વિરોધી અને સપાટી વિરોધી યુદ્ધ અભ્યાસ કરાશે અને હવાઈ અને સપાટી લક્ષ્યો પર યુદ્ધાભ્યાસ થશે.