હૈદરાબાદ,
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ જાહેરાત કરી છે કે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશની રાજ્યની નવી રાજધાની બનશે. વિશાખાપટ્ટનમ જે વિઝાગ તરીકે પણ ઓળખાય છે તે રાજ્યની નવી રાજધાની બનશે.તેઓ નવી દિલ્હીમાં ઈન્ટરનેશનલ ડિપ્લોમેટિક એલાયન્સ મીટમાં આવું બોલ્યા હતા.
આંધ્રપ્રદેશના સીએમએ જણાવ્યું હતું કે હું તમને વિશાખાપટ્ટનમમાં આમંત્રણ આપવા અહીં આવ્યો છું, જે અમારી રાજધાની હશે. હું પણ વિઝાગમાં શિટ થઈશ, સીએમ રેડ્ડીએ ઉમેર્યું હતું કે, હું તમને અને તમારા સાથીદારોને આંધ્રપ્રદેશમાં વેપાર કરવાનું કેટલું સરળ છે તે જોવા માટે આમંત્રિત કરું છું.