વિસાવદરનાં સરસઇ ગામે મહિલા પર દુષ્કર્મ ગુજારી અંગત પળોના ફોટા વાયરલ કર્યાની રાવ

જુનાગઢ,વિસાવદરના સરસઇ ગામે રહેતી પરિણીતા સાથે આજ ગામના બે શખ્સોએ વારંવાર શરીર સંબંધ બાંધી તેના ફોટા પાડી તેના પતિને મારી નાખીશું તેવી ધમકી આપી ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને વોટસએપમાં ફોટા વાયરલ કરી દીધાની મહિલાએ બંને સામે ફરિયાદ નોંધાવી છે.

સરસઇ ગામે રહેતી પરણીતા સાથે તેના જ ગામના રહીશો ચેતન જમન દુધાત અને જયદીપ દિલીપ લાખાણી બંનેએ તેના પતિને મારી નાખવાની ધમકી આપી મહિલા સાથે છેલ્લા આઠ-દસ માસથી વારંવાર શરીર સંબંધ બાંધી તેના ફોટા પાડી તે વાયરલ કરી દેવાની ધમકી આપી અને તે ફોટા વોટસએપમાં વાયરલ કરી દેતા જે અંગેની ફરિયાદ ભોગ બનનાર મહિલાએ નોંધાવતા પીએસઆઇ આર.બી.ગઢવીએ તપાસ હાથ ધરી છે.